Homeગુર્જર નગરીમગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી, ઓનલાઈન નોંધણી ફરજિયાત

મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી, ઓનલાઈન નોંધણી ફરજિયાત

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

advertisement-1

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં શરૂ છે. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક VCE દ્રારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી શરૂ છે. મગફળીની નોંધણી તા. ૦૧/૧૦/૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે જે તા.૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી શરૂ રહેશે. ડાંગર, મકાઇ અને બાજરી અંગેની નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૧ થી શરૂ હોય તે તા.૧૬/૧૦/૨૦૨૧ સુધી કરવામાં આવશે. મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીના ખેડુતોને તેમના પાકના વેચાણ માટે નોંધણી કરાવવી.

advertisement-1

ઓનલાઇન નોંધણી માટે આધારકાર્ડ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી – સિક્કા સાથેનો દાખલો, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્શલ ચેકની નકલ સહિત ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત સહિતના જરૂરી પુરાવા સાથે રાખવા જરૂરી છે.

advertisement-1

રાજ્યમાં મગફળી, ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ ઇચ્છુક હોઇ તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોઈ આ માટે સબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ APMCનોં સંપર્ક કરી નોંધણી કરાવી શકાશે. નોંધણી બાબતે માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવો, તેમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિ. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના નાયબ જિલ્લા મેનેજરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments