Team Chabuk-Gujarat Desk: આવતીકાલથી ગુજરાતનો સૌથી લાંબો તહેવાર નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. જો કે કોરોનાકાળમાં અગાઉના વર્ષો કરતાં ઘણા બધા નિયમોના પાલન સાથે નવરાત્રિની ઉજવણી કરવી પડશે. સરકારે નવરાત્રિના તહેવારને લઈને ખાસ ગાઈડલાઈન પર બહાર પાડી છે. સરકાર દ્વારા નિયમોના પાલન સાથે નવરાત્રિની ઉજવણી કરવા માટે નાગરિકોને છૂટછાટ આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે નિયમોનું પાલન કરીને ઉજવણી કરવા દેવામાં આવશે. જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે શેરી ગરબામાં પણ કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહીં થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહીં થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ખાનગી ગરબાનું આયોજન કરવામાં આવનાર નથી માત્ર શેરી ગરબાનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ તહેવારની ઉજવણીના નિયમો
આ વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોનાની ગાઈડલાઈન સાથે ગરબા રમી શકાશે. જે લોકોએ કોરોના વેક્સિન લીધી હોય તેઓને જ ગરબા રમવા આવી શકશે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. સોસાયટીઓમાં પણ વેક્સિન લીધી હશે તે લોકો જ ગરબામાં હાજરી આપી શકશે.
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે આખરે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તેથી જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી. મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે.
સાથે જ તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહીં થાય. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહીં માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત