Homeગામનાં ચોરેઆનંદ! શાંતિનું નોબેલ પારિતોષિક બે પત્રકારોને મળ્યું

આનંદ! શાંતિનું નોબેલ પારિતોષિક બે પત્રકારોને મળ્યું

Team Chabuk-International Desk: 2021ના શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે. નોબેલ કમિટીએ આ વખતે આ સન્માન માટે બે પત્રકારોને પસંદ કર્યા છે. જેમાં એક પત્રકાર રેપ્લર મીડિયા ગ્રુપની સંસ્થાપક અમેરિકી પત્રકાર મારિયા રેસા છે અને બીજા નંબર પર રશિયાના પત્રકાર દિમિત્રી મુરાતોવ છે. નોબેલ કમિટીએ કહ્યું છે કે, આ બંનેને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, કારણ કે બોલવાની સ્વતંત્રતા જ લોકતંત્ર અને સ્થાયી શાંતિની પહેલી શર્ત છે.

મારિયા રેસા

ફિલીપાઈન્સ સાથે સંબંધ ધરાવતી મારિયા રેસા અમેરિકાની પત્રકાર છે. તે રેસા ન્યૂઝ સાઈટ રેપ્લરની સહ સંસ્થાપક છે. તેમને ફિલીપાઈન્સમાં સત્તાની તાકતનો ખોટી રીતે ઉપયોગ, હિંસા અને સરમુખ્તારશાહીના વધી રહેલા ખતરા વિરૂદ્ધ બુંગિયો ફૂંકવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નોબલ કમિટીએ અભિવ્યક્તિની તેમની ભૂમિકાની પ્રશંસા કરતા આ સન્માનના હકદાર ગણાવ્યા છે.

દિમિત્રી મુરાતોવ

આ સિવાય રશિયાના દમિત્રી મુરાતોવને પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓ રશિયાના સ્વતંત્ર અખબાર નોવાઝા ગજેટાના સહ સંસ્થાપક છે અને ગત 24 વર્ષથી અખબારના મુખ્ય તંત્રી પણ છે. રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું તાનાશાહી રાજ હોવા છતાં મુરાતોવેએ પોતાના અખબાર દ્વારા સરકારની યોજનાઓની આલોચના કરી હતી. નોબલ કમિટીએ કહ્યું કે, મુરાતોવ કેટલાય દાયકાઓથી રશિયામાં અભિવ્યક્તિની આઝાદી માટે રક્ષા કરી રહ્યા છે.

નોબેલ કમિટીએ કહ્યું કે, આઝાદ, સ્વાયત અને તથ્ય આધારિત પત્રકારિતા સત્તાની તાકાત, જુઠાણું અને યુદ્ધના પ્રોપેગેન્ડાથી રક્ષા કરવામાં મુખ્ય છે. અભિવ્યક્તિની આઝાદી અને પ્રેસની સ્વતંત્રતા વગર દેશની વચ્ચે સૌહાર્દ અને વિશ્વ વ્યવસ્થાને સફળ બનાવવું એ ઘણું જ મુશ્કેલ થઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments