Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં ચકચાર મચાવનારા પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનના કાંડમાં રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બંનેની ઉંમર તો સાંઈઠ વર્ષની છે પણ પોતાની દીકરીની ઉંમરની યુવતી પર તેમણે દુષ્કર્મ આચર્યું છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. પોલીસ નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે, આ બંને શૈતાનોએ યુવતીને છાતી અને પેઢા પર લાત મુક્કા માર્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાના નિવેદન અંગે કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું કે, રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતા પહેલા તાબે ન થતી પીડિતા પર પ્રહાર કર્યો હતો. તેણે પીડિતાને લાફા માર્યા હતા અને વાળ પકડી ઢસડી બેડરૂમમાં મૂઢમાર માર્યો હતો. શોભના રાવલે વધુમાં જણાવ્યું હતું કે, પેઢામાં લાત વાગવાને કારણે હજુ પણ લોહી નીકળી રહ્યું છે. જેની સારવાર હું કરી રહી છું.

આ ઘટનામાં સૌથી મોટી કડી એ રહી કે રૂમમાં સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા હતા? જ્યાંથી આ તસવીરો બહાર આવી. આ અંગે યુવતીએ અશોક જૈન પર આક્ષેપ લગાવ્યા હતા કે તેણે એસીના પાઈપમાં સ્પાઈ કેમેરા ફિટ કરી દીધા હતા. આરોપીઓના વકીલે આ તસવીરો ફેક હોવાનું જણાવ્યું હતું અને તેની એફએસએલમાં તપાસ કરાવવાની પણ માગણી કરી હતી. ફરિયાદ પહેલા પીડિતાના કેટલાક વોટ્સએપ મેસેજ પણ વાઈરલ થયા હતા, જેમાં તેણીએ અશોક જૈનની સાથે વાત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત