Homeદે ઘુમા કેઋતુરાજ ગાયકવાડની સિદ્ધિ અનોખી છે પણ ગૌતમ ગંભીર હજુ ટોચ પર છે

ઋતુરાજ ગાયકવાડની સિદ્ધિ અનોખી છે પણ ગૌતમ ગંભીર હજુ ટોચ પર છે

Team Chabuk-Sports Desk: ચૈન્નઈ સુપરકિંગ્સના ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડે ગત સિઝનમાં રન બનાવવાનો જે સીલસીલો ચાલુ કર્યો હતો, એ હજુય વણથંભ્યો છે. ખૂબ ઓછા સમયમાં ઋતુરાજ ગાયકવાડે ધોનીનો વિશ્વાસ જીતી લીધો છે અને ટીમ માટે મહત્વના રન બનાવ્યા રાખે છે. આરસીબીની વિરૂદ્ધ ઋતુરાજ ગાયકવાડે 38 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 26 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ સાથે જ ગાયકવાડે આઈપીએલમાં 500 રન પણ પૂર્ણ કરી લીધા છે. ઋતુરાજે આઈપીએલની 15મી ઈનિંગમાં સૌથી વધારે રન બનાવવાના મામલે કેટલાય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. રોહિત શર્મા, એમએસ ધોની જેવા કેટલાય દિગ્ગજ ખેલાડીઓથી ઋતુરાજ આગળ નીકળી ગયો છે.

rps baby world

ગૌતમ ગંભીરે શરૂઆતની આઈપીએલની 15 ઈનિંગમાં સૌથી વધારે 549 રન બનાવ્યા હતા. ઋતુરાજ હવે બીજા સ્થાન પર છે. તેણે 526 રન કર્યા છે. ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. તેણે 15 આઈપીએલ ઈનિંગમાં 495 રન બનાવ્યા છે. દેવદત્ત પડિકલે આરસીબી તરફથી રમતા 15 આઈપીએલ ઈનિંગમાં 473 રન બનાવ્યા હતા. પોલ વોલ્થટીને 464 રન અને ચૈન્નઈના કેપ્ટન એમએસ ધોનીએ 450 રન ફટકાર્યા હતા.

rps baby world

ઋતુરાજ ગાયકવાડે 2020ની આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. 2020માં ચૈન્નઈ તરફથી રમતા આ ખેલાડીએ છેલ્લી છ ઈનિંગમાં 51ની એવરેજ સાથે 204 રન કર્યા હતા. ઋતુરાજની આ ઈનિંગમાં ત્રણ ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 9 ઈનિંગમાં ઋતુરાજે 322 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. આઈપીએલની આ ઈનિંગ્સમાં ઋતુરાજને પાંચ વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો અને જ્યારે જ્યારે ઋતુરાજે પચાસ રન ફટકાર્યા ત્યારે ત્યારે ચૈન્નઈ કોઈ દિવસ નથી હાર્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments