Homeગુર્જર નગરીવડોદરા: બે પુત્રની માતાની પાછળ પડેલા રોમિયોએ તાબે ન થતાં સાત લાફા...

વડોદરા: બે પુત્રની માતાની પાછળ પડેલા રોમિયોએ તાબે ન થતાં સાત લાફા ઝીંકી દીધાં

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં જે રીતે રખડતા ઢોરનો ત્રાસ છે તે રીતે વડોદરામાં રખડતા રોમિયોનો ત્રાસ છે તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી. આજથી બરાબર બે મહિના પહેલા એક રોમિયો ફારગતિ લીધેલ યુવતીને પ્રેમ સંબંધ બાંધવાનું કહી બિભત્સ સંદેશાઓ મોકલતો હતો અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી ઉચ્ચારતો હતો. એટલું જ નહીં ભૂતકાળમાં એક મહિલા પોલીસની પણ છેડતી રોમિયો કરી ચૂક્યો છે. જેને મહિલા પોલીસે જ પકડી પાડ્યો હતો. હવે વધુ એક રોમિયોની લાફાબાઝી સામે આવી છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદા ગામમાં છેલ્લા કેટલાય સમયથી એક રોમિયો એક મહિલા શિક્ષિકાની પજવણી કરી રહ્યો હોય તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોમિયોએ મહિલાના છથી સાત લાફા ઝીંકી દીધા હતા, કારણ કે તેણી તાબે નહોતી થઈ રહી. પોલીસે આ રોમિયોને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કળા કરનારા આ રોમિયોનું નામ મયુર પટેલ છે. છેલ્લા કેટલાય સમયથી તે બે સંતાનોની માતા એવી એક મહિલાને પોતાના તાબે કરવા માટે હેરાન કરી રહ્યો હતો. આ મહિલા ટ્યૂશન ક્લાસ ચલાવતી અને એકલી જતી ત્યારે રોમિયો તેનો પીછો કરતો હતો. મહિલાએ મયુરને પીછો ન કરવાનું જણાવ્યું હતું પણ તે પોતાની હરકતથી બાઝ નહોતો આવી રહ્યો. મયુરે મહિલા શિક્ષિકાને છથી સાત લાફા ઝીંકી દીધા હતા. સામે મહિલાએ પણ યુવકને એક લાફો ઝીંકી દીધો હતો.

થપ્પડોની રમઝટ બોલતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. 181 અભયમને ફોન જોડવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં આરોપી મયુર પટેલ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકે મયુરની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, ફરાર આરોપી થોડા સમયમાં જ ઝડપાઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments