Homeગુર્જર નગરીસૌરાષ્ટ્ર યુનિવર્સિટી: હવે બિનજરૂરી જગ્યા છોડી પેપર ભરશો તો પૂરક ઉત્તરવહી નહીં...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: હવે બિનજરૂરી જગ્યા છોડી પેપર ભરશો તો પૂરક ઉત્તરવહી નહીં મળે

Team Chabuk-Gujarat Desk: વિવાદોની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. જે પોતાના નવા નિર્ણયના કારણે ચર્ચામાં છે. હવે સપલી (પૂરક ઉત્તરવહી) માગવી કે નહીં તે અધિકાર ઉપર પણ યુનિવર્સિટીએ ત્રાપ મારતા તેની ઠેકઠેકાણે ટીકા થઈ રહી છે. મોટાભાગે જે વિદ્યાર્થીઓનાં અક્ષરો મોટા થાય છે તેઓ વધારે સપલી ભરે છે, કોઈ વખત એવું થાય છે કે સપલી ભરવા માટે જ મોટા અક્ષરો કરવામાં આવતા હોય છે અને જગ્યા છોડવામાં આવતી હોય છે. એવામાં એ નિર્ણય લેવાનો અધિકાર વિદ્યાર્થીઓનો છે. એક રીતે કારણ એવું પણ છે કે વિદ્યાર્થી પરીક્ષા ફીના પૈસા ભરે છે તો તેનો અધિકાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવે યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે નક્કી કર્યું છે કે 24 પાનાની ઉત્તરવહીમાં જરૂરિયાત વગર કોઈ જગ્યાએ લીટીઓ છોડીને લખાણ કરવામાં આવ્યું હશે તો વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી આપવામાં નહીં આવે. યુનિવર્સિટીએ તમામ કોલેજોને સૂચના આપી માહિતીગાર કરી છે. જેમાં ઉલ્લેખ છે કે….

  • બિનજરૂરી મોટા અક્ષરે જવાબો લખવાના નથી.
  • બે શબ્દો વચ્ચે બિનજરૂરી જગ્યા છોડવાની નથી.
  • ઉત્તરના લખાણની વચ્ચે બિનજરૂરી લીટીઓ પણ છોડવાની નથી.
  • જો ઉપરોક્ત સૂચનાનું પાલન ન થયું તો ઉત્તરવહી મળવાપાત્ર થશે નહીં.

આ અંગે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન. ડો નિદત્ત બારોટે કહ્યું છે કે, ‘યુનિવર્સિટીએ ફક્ત એટલું જોવાનું છે કે વિદ્યાર્થી ઉત્તરવહીમાં કોઈ પ્રકારની ગેરરીતી ન કરે, પણ વિદ્યાર્થીઓએ કેવી રીતે ઉત્તરવહીમાં લખવું તેમાં પડવાની જરૂર નથી.’ આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, ‘પરીક્ષાઓમાં ઘણાં વિદ્યાર્થીઓ છૂટથી લખાણ કરીને બિનજરૂરી જગ્યાઓ અને લીટીઓ છોડી પેપર ભરતા હોય છે. જેથી ઉત્તરવહીની ઉણપ રહે છે. આ બિનજરૂરી ઉત્તરવહીનો બગાડ અટકાવવાનો નિર્ણય છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments