Team Chabuk-Gujaart Desk: સબીતા માણેકે મહિલાઓ ભારત સરકાર અને રાજ્ય સરકારની સ્વરોજગારની આત્મ નિર્ભરતા માટેની યોજનાઓ દ્વારા જીવનને કેવી રીતે બદલી શકાય તેનો ઉત્તમ દાખલો પ્રસ્તુત કર્યો છે. આ બહેનને ભારત સરકારની પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ રૂ.૨૫ લાખની ધિરાણ સહાય મળી હતી. તેની મદદથી તેમણે સીવણ એકમ અને સાડીની દુકાન શરૂ કરીને જાતે આત્મ નિર્ભર થવાની સાથે કોરોનાના કપરા સમયમાં અન્ય કારીગરોને રોજગારી આપી છે.
તેની સાથે તેઓએ આ એકમમાં માસ્કની સિલાઈ કરાવી ને કોરોનાકાળમાં જરૂરિયાતમંદોને બે લાખ જેટલા માસ્કનું મફત વિતરણ કરી કોરોના વોરિયર તરીકેનું ગૌરવ મેળવ્યું છે. કોરોનાકાળ દરમિયાન હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને મદદરૂપ થવા વડોદરાનાં નગરજનોએ વિવિધ પહેલ કરી હતી. કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા બે લાખથી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરાના માધ્યમથી સબીતા માણેકને રૂ.૨૫ લાખની લોન અને રૂ.૬.૨૫ લાખની સબસીડી મળી છે. આ લોન બાદ તેમના ઉદ્યોગમાં ઘણી પ્રગતિ થઈ છે. સરકારની સહાય બાદ તેમણે ઉત્પાદક એકમ શરૂ કર્યું જ્યાં હાલમાં ૮ કર્મચારીઓ છે.
કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા ૧૫૦૦-૧૭૦૦ સિકયુરિટી ગાર્ડના ગણવેશ તથા ૨૦૦૦ ડોકટરના ગણવેશ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ ૫૦૦-૭૦૦ વોશેબલ પી.પી.ઇ. કીટ બનાવવામાં આવી હતી. સરકારની સહાય બાદ સબીતા માણેક અને તેમની ટીમે કોરોનાનાં કપરા કાળમાં બે લાખથી વધુ માસ્ક બનાવી હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ દ્વારા સબીતાબેનને મળેલી આર્થિક સહાય દ્વારા તેમણે હાલમાં ૮ સહકર્મીઓને રોજગારીની તક આપી છે. ઉપરાંત, રેડીમેડ કપડાંની દુકાન પણ શરૂ કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પ્રજાજનોને મળતા લાભ તેમના વિકાસ માટે ઉત્તમ માધ્યમ છે. સબીતા માણેક નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ