Team Chabuk-Gujarat Desk: રાજકોટ અને જામનગર બાદ પોરબંદરમાં પણ યોજાતો જન્માષ્ટમીનો મેળો કોરોના મહામારીના કારણે નગરપાલીકા દ્વારા રદ કરાયો છે. નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા, ચીફ ઓફીસર મનન ચર્તુવેદી અને કારોબારી સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ જોષીના જણાવ્યા મુજબ પોરબંદરની ચોપાટી ખાતે દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં નગરપાલિકા દ્વારા યોજાતો લોકમેળો આ વર્ષે કોરોના મહામારીના સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ‘જાન હૈ તો જહાન હૈ’ વાળી શીખને ધ્યાને લઈ, નગરપાલિકા દ્વારા રદ કરવાનો નિર્ણય કરાયો છે.
નૃત્ય, નાટ્ય, લોકકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, ગ્રાફિક્સ જેવી કલાના ક્ષેત્રોમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષ યોગદાન આપેલ હોય અને કોરોનાના કારણે મૃત્યુ પામેલ હોય તેવા પોરબંદર જિલ્લાના કલાકારોના પરિવારને રમત ગમત વિભાગ તરફથી સહાય મળવાપાત્ર છે. સહાય માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા બે લાખ છે.
અરજી માટે જરૂરી આધાર પુરાવા કલાકારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઉંમરના પુરાવા માટે આધારકાર્ડની ઝેરોક્ષ, મરણ સર્ટીફીકેટ, કલાકાર હોવાના આધાર પુરાવા, આવકની દાખલો વગેરે પુરાવા સાથેની ૩૦ જુલાઇ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ‘ગાંધી સ્મૃતિ ભવન’ કનકાઈ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતે અરજી પહોચાડવા જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત