Team Chabuk-Sports Desk: ઓલિમ્પિકનો આરંભ થઈ ચૂક્યો છે. પ્રતિષ્ઠા જાપાનની લાગી છે. જાપાને પોતાના હોમગ્રાઊન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું છે. તેની જગ્યાએ પરંપરાગત હરિફ અમેરિકા અને ચીનની વચ્ચે સૌથી વધારે મેડલ જીતવાની હરિફાઈ લાગી છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભારત પાસે એક માત્ર વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ છે. જે મીરાંબાઈ ચાનૂએ જીત્યો છે.
જોકે હાર અને જીતતો રમતનો જ એક ભાગ છે એવું પૂર્વસૂરીઓ કહેતા આવ્યા છે એટલે અહીં ટાંકી દઈએ. ઈઝરાયલ-ફિલીસ્તીન વચ્ચેનો તણાવ ઓલિમ્પિકના મેદાનમાં પણ દેખાઈ રહ્યો છે. એક અઠવાડિયાની અંદર અંદર જ બે ખેલાડીઓએ ઈઝરાયલના જુડો એથ્લિટ ટોહાર બુટબુલ વિરૂદ્ધ રમવાનો નનૈયો ભણી દીધો છે.
અલ્ઝેરિયાના ફેતી નોરીને એક અઠિવાડિયા પહેલા જ 75 કિલોગ્રામ વર્ગની પ્રતિયોગિતામાંથી પોતાનું નામ પાછું લઈ લીધું હતું, કારણ કે તેનો મુકાબલો 27 વર્ષીય ખેલાડી બુટબલ સાથે થવાનો હતો. નોરિને આ નિર્ણય ઈઝરાયલ અને ફિલીસ્તીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને જોતા લીધો છે. નોરીને કહ્યું કે, તેઓ ઈઝરાયલના અત્યાચારની સામે ફિલીસ્તીનનું સમર્થન કરી રહ્યા છે.
નોરીન બાદ હવે સુડાનના મહોમ્મદ અબ્દુલ રસૂલે આ જ ઈઝરાયલી ખેલાડીની સામે સ્પર્ધા હોવાથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જુડોની દુનિયામાં 469મી રેન્કિંગ ધરાવનારા રસૂલે જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે, તેણે આ મેચમાંથી પોતાનું નામ પાછું શા માટે ખેંચી લીધું.
આ પહેલા અલ્ઝેરિયન ટીવીની સાથે વાતચીત કરતા નોરીને કહ્યું હતું કે, મેં ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાઈ થવા ખૂબ જ આકરી મહેનત કરી છે. જોકે ફિલીસ્તીનનો મુદ્દો આ બધામાં સૌથી મોટો છે. હું હંમેશાંથી ફિલીસ્તીન પર પોતાના મંતવ્યને લઈ દૃઠ રહ્યો છું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ રમતોમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના સામાન્યીકરણની વિરૂદ્ધમાં છું. અને જો આ માટે ઓલિમ્પિક રમતોમાંથી મને ખદેડી મૂકવામાં આવે છે, તોપણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે ઈશ્વર બધું નીહાળી રહ્યો છે અને તે જ આ બધાની ભરપાઈ કરશે.
આ પૂર્વે નોરીનનો મેચ 2019ની જુડો વિશ્વ ચેમ્પિયનશિપમાં બુટબુલની સાથે થવાનો હતો, પણ ત્યારે પણ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઈન્ટરનેશનલ જુડો ફેડરેશને આ ઘટના પર લાલ આંખ કરતા નોરેનને સસ્પેન્ડ કરી દીધો હતો. હવે બીજી વખત નોરેને ફિલીસ્તિનનો મુદ્દો ગાળ રાખી રમવાની ના પાડી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત