Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કૌટુંબિક ઝઘડો ખૂનની હદ સુધી પહોંચી ગયો હતો અને પિતાએ જ કુહાડીના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પિતાએ 25 વર્ષીય પુત્રની હત્યા ત્યારે કરી જ્યારે તે ગાઢ ઉંઘમાં હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પાલીતાણાનો રહેવાસી એવો આ પરિવાર વાઘોડિયા તાલુકાના કોટંબી ગામમાં રહે છે. ઘટના શુક્રવારના રોજ બની હતી જ્યારે રાતના આઠ વાગ્યે પિતા કનુભાઈ અને પુત્ર રાકેશની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો જમવા બેઠા એ સમયે થયો હતો. ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પુત્રએ પોતાના પિતાને બેથી ત્રણ પાટા મારી લીધા હતા.
કનુભાઈએ ત્યારે તો કંઈ જવાબ ન આપ્યો અને જમીને ઉંઘી ગયા હતા, પણ જમવા બાબતે થયેલા ડખાનો ખાર હજુ પણ પિતાના મગજમાં ઘુમરાય રહ્યો હતો. રાતના જ્યારે રાકેશ પથારીમાં ઉંઘતો હતો ત્યારે પિતાએ તેને કુહાડીના પાંચેક જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
આ ભયંકર ઘટના બનતા માતા કૈલાશબહેન સફાળી બેઠી થઈ ગઈ હતી અને બુમાબુમ કરવા લાગી હતી. જોકે પિતા કનુભાઈને જાણે કંઈ હોય નહીં એમ બધાને ઉંઘી જવાનું કહી ઘરની બહાર ચાલ્યો ગયો હતો. પોતાના વ્હાલસોયા પુત્રની આવી સ્થિતિ જોઈ માતા કલ્પાત કરવા લાગી હતી. તેણે આસપાસના લોકો સહિત સરપંચને પણ બનાવ અંગેની જાણ કરી હતી.
સરપંચે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. પોલીસે રાકેશના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો જ્યારે હત્યારા પિતાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત