Homeગુર્જર નગરીવડોદરામાં ફરી મગર આવી ચડતાં રેસ્ક્યૂ કરી અને રીક્ષામાં લઈ ગયા!

વડોદરામાં ફરી મગર આવી ચડતાં રેસ્ક્યૂ કરી અને રીક્ષામાં લઈ ગયા!

Team Chabuk-Gujarat Desk: થોડા વર્ષો પહેલા જ્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું અને વડોદરામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે મગરો જાણે શેરીનું કૂતરું હોય તેમ સોસાયટીઓમાં રખડતી હતી. વડોદરા શહેર અને મગરનું રહેણાંક વિસ્તારોમાં આવી ચડવું એ સામાન્ય ઘટના બની ગઈ છે. છાશવારે મગરના માનવવ સાહતોમાંથી રેસ્ક્યૂ કરી ફરી પાણીમાં છોડવામાં આવે છે. આજે પણ આવી જ ઘટના બની હતી.

વિશ્વામિત્ર નદીની ખાસિયત એ છે કે ચોમાસુ આવે એટલે આસપાસના જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાય છે. આ નાના મોટા જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાતા શહેર શું અને નદી શું તેમાં પાણીના કારણે વધારે ફર્ક નથી રહેતો.

અહીં શહેરની વચ્ચેથી અઢાર કિલોમીટર જેટલી લાંબી નદીમાં 240થી વધારે મગરો વસવાટ કરે છે. કોઈ કોઈ વખત આ મગરો માનવ વસાહતમાં આવી ચડે છે અને પોતાનો ખૌફ ફેલાવે છે. સ્થાનિકો પણ આ કારણે જાગતા જ રહે છે.

ચોમાસુ આવતા આ ઘટનાઓ વારંવાર બને છે, કારણ કે નદી અને શહેરના પાણી વચ્ચે મગરને કોઈ ભેદ દેખાતો નથી. આ કારણે મગરો શહેરમાં આવી ચડે છે. વિશ્વામિત્રી ભારતમાં આવેલ એવી એક માત્ર નદી પણ ગણવી રહી કે જે શહેરની વચ્ચેથી પસાર થાય છે, નાનો પટ ધરાવે છે અને અસંખ્ય મગરોનું નિવાસસ્થાન પણ છે.

ત્યારે આજે વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં 6 ફૂટ લાંબો મગર પકડવામાં આવ્યો હતો. મગર આવ્યાની ખબર મળતા સ્થાનિકોએ તુરંત વાઈલ્ડ લાઈફ સંસ્થા અને વન વિભાગની ટીમને જાણ કરી હતી. ટીમ આવી હતી અને મગરનું મોં અને પગ બાંધી દીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે મગરને રીક્ષામાં લઈ જવામાં આવી હતી. હાલ આ મગરને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં વન વિભાગ તેને ફરી પાણીમાં છોડી મૂકશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments