Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદના આચાર્ય અને મહિલા શિક્ષિકાની બિભત્સ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જેના કારણે શિક્ષણ જગતમાં ભૂકંપ આવી ગયો છે. તમામ વાઈરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે. આ આચાર્યને મહિલા શિક્ષકા સાથે શું સંબંધ છે તેની કોઈ વાત સામે નથી આવી, પણ આચાર્યની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ વાઈરલ તસવીરોમાં જે વ્યક્તિ દેખાય રહ્યો છે તે થરાદ શાળાના આચાર્ય છે. શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના તેના નામે નોંધાઈ ગઈ છે. શિક્ષણ વિભાગે તેમની વિરુદ્ધમાં તપાસના આદેશ તો આપ્યા છે પણ વાઈરલ તસવીરમાં દેખાઈ રહેલી યુવતી તેમની પ્રેમિકા છે ? કે પછી તેમના અને એમના શું સંબંધો છે એ કોઈ વાતની પુષ્ટી નથી થઈ.
તસવીરોની જો વાત કરવામાં આવે તો કેટલીક તસવીરો સેલ્ફી લીધેલી છે. જ્યારે અન્ય તસવીરોમાં સ્પષ્ટ રીતે બેડરૂમ શેર કર્યાનું દેખાઈ આવે છે. પ્રશ્ન અહીં એ પણ ઉઠી રહ્યો છે કે આચાર્ય અને શિક્ષિકાની વચ્ચે જો પ્રેમ હોય તોપણ આ રીતે તસવીરો વાઈરલ કોણે કરી? કરી તો શા માટે કરી? ઉડતી ઉડતી વાતો એવી પણ થઈ રહી છે કે આચાર્ય તો પરિણીત છે. થરાદની શાળાનો આ હિચકારો બનાવ સામે આવ્યા બાદ ગ્રામજનો પણ રોષે ભરાયા છે.
આ બિભસ્ત તસવીરો વાઈરલ થયા બાદ તાલુકાના કેળવણી નિરીક્ષકે જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતે જાણ કરી હતી અને બાદમાં તપાસ હાથ ધરી છે. હવે આચાર્યની વિરુદ્ધ શિક્ષણ વિભાગ કયા પ્રકારના પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(ઉપરોક્ત પોસ્ટરમાં આપેલ તસવીર પ્રતિકાત્મક છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત