Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં એક યુવાનને એક કિશોરી સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમનો ગુલમહોર ખીલ્યો એટલામાં તો પરિવારજનોને આ વાતની જાણ થઈ ગઈ. જોકે આ મામલો ઝઘડાથી કે પોલીસ સ્ટેશને પહોંચવાની જગ્યાએ અંદર ને અંદર આટોપાઈ ગયો. પિતાએ કિશોરીની સગાઈ આ યુવકની સાથે કરી દીધી. પણ યુવકે ન ભરવાનું પગલું ભર્યું. તેણે લગ્ન પહેલાં જ કિશોરીની મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો. આખરે કિશોરીના પિતાએ સગાઈ તોડી નાખી હતી અને પોલીસ ફરિયાદ દાખલ કરતા, પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન ફ્લેટમાં રહેતા મોહમ્મદને તેના ઘરની નજીક આવેલી 15 વર્ષીય કિશોરીની સાથે ઈલુ ઈલુ થઈ ગયું હતું. જ્યારે કિશોરીના પરિવારને આ વાતની જાણ થઈ તો બંને પરિવારોએ પૂરી સહમતિ સાથે સગાઈ નક્કી કરી નાખી આ સંબંધને એક નવું નામ આપ્યું હતું.
લગ્ન હજુ થયા નહોતા અને નબીરા મોહમ્મદની નજર કિશોરીના દેહ પર હતી. તેણે બળજબરીથી એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત કિશોરીનાં દેહને પીંખ્યો હતો. આ વાતની ખબર જ્યારે કિશોરીના પિતાને થઈ તો તેમની માથે આભ તૂટી પડ્યું હતું.
કિશોરીના પિતાએ આ યુવક સાથે તુરંત જ પુત્રીની સગાઈ તોડી નાખી હતી અને પોલીસ ફરિયાદ નોંધી હતી. હાલ પોલીસે મોહમ્મદ સાજીદ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત