Homeગુર્જર નગરીવડોદરા: મહિલાનો રોષ સાચો પણ શું કરવું?

વડોદરા: મહિલાનો રોષ સાચો પણ શું કરવું?

Team Chabuk-Gujarat Desk: વારંવાર એક જ વાત થઈ રહી છે કે માસ્ક ન પહેર્યું હોય તો સામાન્ય જનતા પાસેથી ઘડીના છઠ્ઠા ભાગમાં પૈસા ઉઘરાવી લેતી પોલીસ કોઈ નેતાને માસ્કવિહોણા જુએ તો કેમ પૈસા ઉઘરાવતી નથી? વડોદરા શહેરમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં જનતાનું અભિવાદન કરવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમના ચહેરા પર માસ્ક નામનું કપડું ક્યાંય દેખાયું નહોતું. તેમના આ પ્રચાર કાર્ય દરમ્યાનનો એક મહિલાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો છે. જેમાં મહિલાનો આક્રોશ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા કારેલીબાગ કાશીબા બાળકોની હોસ્પિટલ પાસેથી પસાર થઈ હતી. અહીં એક મહિલા રણચંડી બની દોડી આવી હતી અને કેમ કોઈના મોઢા પર માસ્ક નથી તેવું પૂછ્યું હતું. નજીકમાં બાળકોની હોસ્પિટલ હોય મહિલાનું બાળક પણ ત્યાં સારવાર લઈ રહ્યું હતું. ડીજેની ધબધબાટીથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો પણ ડરી ગયા હતા. જોકે નેતાગણોના પ્રચારમાં કોઈ વિઘ્ન નહોતું પડ્યું.

advertisement-1

આ મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે તેણી રીક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે જરીક અમથું માસ્ક નીચે હોય તેની પાસેથી દંડ પેટે એક હજાર રૂપિયાની ઉઘરાણી તાત્કાલિક કરી લેવામાં આવી હતી. જ્યારે યાત્રામાં સામેલ કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યાં નથી.

rps-baby-world-1

કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વીસ કિલોમીટરની યાત્રા કરવાની હતી. આ માટે તેમની જીપની વ્યવસ્થા ખાસ ફેન ક્લબ દ્વારા કરવામાં આવી હતી. મંત્રીજીએ તેમાં ઊભા રહી અભિવાદન ઝીલ્યું હતું. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જીપમાં સવાર હતા ત્યારે વરસાદ ત્રાટક્યો હતો. આખરે વરસાદનું જોર વધતા તેમણે સત્તાવાર ગાડીમાં બેસવું પડ્યું હતું. બીજી બાજુ મનીષા વકીલની યાત્રા 14 કિલોમીટરની હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments