Homeગુર્જર નગરીવડોદરાઃ રાજુ ભટ્ટે સ્વીકાર્યું કે તેણે પીડિતા સાથે બે વખત સૃષ્ટી વિરુદ્ધનું...

વડોદરાઃ રાજુ ભટ્ટે સ્વીકાર્યું કે તેણે પીડિતા સાથે બે વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, અશોક જૈન હજુ પણ ફરાર

Team Chabuk-Gujarat Desk: વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસ હાલ આરોપી રાજુ ભટ્ટની પુછપરછ કરી રહી છે. રાજુ ભટ્ટની પુછપરછમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા પોલીસે આરોપી રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાની કલમ લગાવી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે રાજુ ભટ્ટના કેટલાક વાઇરલ થયેલા ફોટો બતાવ્યા હતા. પીડિતા સાથેના આ ફોટો બતાવતા જ રાજુ ભટ્ટ ભાંગી પડ્યો હતો અને પીડિતા સાથે બે વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે વધુ એક કલમ ઉમેરીને તપાસ આગળ વધારી છે.

રાજુ ભટ્ટ દ્વારા પીડિતા સાથે સમાધાન કરી લેવાના પણ પ્રયાસો થયા હતા. જેમાં ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પીઆઈ એ.બી. જાડેજાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. જેથી ડીસીપીને તપાસ સોંપાઈ હતી. આ તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ દરમિયાન સ્પાય કેમેરા, પીડિતા, કાનજી મોકરિયા અને અશોક જૈન સહિતના મુદ્દે આકરી પૂછપરછ ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે.

બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને આરોપી અશોક જૈને જે નિસર્ગ કોમ્પ્લેક્ષનો 903 નંબરના ફ્લેટ ભાડે અપાવ્યો હતો. આ ફ્લેટમાં લગાવવામાં આવેલા સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ પોલીસ હજી સુધી પોલીસને મળ્યું નથી. આ મેમરી કાર્ડ પોલીસને મળે તો મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

rps-baby-world-1

પીડિતાએ કરેલી ફરિયાદમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે આજવા રોડની સહારાની 300 કરોડની જમીનની ડીલ અંગે મિટીંગ થઈ હોવાનું અને તે મિટીંગ માટે અશોક જૈન તેને તેમની મર્સીડીઝમાં લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. અશોક જૈને રાજુ ભટ્ટ સહારાની લેન્ડનો ઇન્વેસ્ટર છે તેમ કહી તેને ખુશ કરવા પણ કહ્યું હતું. પોલીસે જયારે રાજુ ભટ્ટને પકડયો ત્યારે શરૂઆતમાં તો રાજુ ભટ્ટે આવી કોઈ ડીલ ના હોવાનું જણાવ્યું હતું પણ ત્યારબાદની પુછપરછમાં રાજુ ભટ્ટે જમીન માટે અશોક જૈન સાથે વાત થઈ હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ જમીનની ડીલ અંગેની સાચી હકીકત અશોક જૈનની ધરપકડ બાદ જ બહાર આવી શકે છે.

અશોક જૈન સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ

વડોદરાના આ હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ નોંધાયાના 15 દિવસ બાદ પણ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન પોલીસ પકડથી દૂર છે. પોલીસ માની રહી છે કે રાજુ ભટ્ટની ધરપકડ થયા બાદ અશોક જૈન પણ ઝડપથી પકડાઈ જશે. આવતીકાલે સોમવારે અશોક જૈનના આગોતરા જામીન અરજીની કોર્ટમાં સુનાવણી થવાની છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે ટીવી ઉંચું કરી તેને માર્યું હતું. જેથી પીડિતાને જમણા પગમાં વાગ્યું હતું ત્યારબાદ રાજુ ભટ્ટે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આ ટીવી તુટેલી હાલતમાં કબજે કર્યું હતું. સ્થળ પરથી પોલીસને તુટેલી હાલતમાં ટીપોય પણ મળી હતી. તેમજ સ્પાય કેમેર લગાવેલુ બોર્ડ જે તૂટેલુ હતું તે રિપેર કરેલી હાલતમાં મળ્યું હતું.

સમગ્ર મામલામાં બુટલેગર અલ્પુ સિંધી અને મયંક વચ્ચે થયેલી વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ થઇ હતી જેમાં સમાધાન માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમના માણસ કેદાર ઉર્ફે કાણિયાના નામનો ઉલ્લેખ થયો હતો. સમાધાન માટે પ્રયાસો કરનારા લોકોની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર સામે પણ તપાસ શરૂ થઈ છે.

આરોપીના વકીલે આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ અશોક જૈનને 5 લોકોના નામનું લિસ્ટ મોકલ્યું હતું જેમાં અશોક જૈનનું નામ 2 વખત અને તથા તેના પુત્રનું નામ અને કાનજી મોકરીયાનું નામ ઉપરાંત ગોધરા નજીકના ગામના એક વ્યક્તિનું પણ નામ લખેલું હતું. આ લિસ્ટ પૈકી કાનજી મોકરીયાને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અશોક જૈન હજુ ફરાર છે અને તેના પુત્રની પણ લાંબી પૂછપરછ થઈ હતી.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments