Team Chabuk-Gujarat Desk: ઊનાના વિવાદિત ડોક્ટર અને હાલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં જેલમાં બંધ રહેલા ડોક્ટર રસિક વઘાસિયા સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડો. રસિક વઘાસિયાની હોસ્પિટલને ભાવનગર ફાયર સેફ્ટી વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરાયા બાદ ભાવનગર ફાયર સેફ્ટી રિજિયોનલ વિભાગ દ્વારા નિયમોનો ઉલ્લંઘન થયો હોવાનું જણાતા માનવદીપ સર્જિકલ હોસ્પિટલને સીલ મારી દેવાયું છે.
કોરોનાકાળમાં અનેક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફાયર સેફ્ટીને લઈને નિયમો કડક કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નિયમિત પણે હોસ્પિટલોમાં અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને લઈને સઘન તપાસ કરવામાં આવે છે. અને જો કોઈપણ જગ્યાએ ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થતો જણાય તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઊના ખાતે આવેલ હોસ્પિટલના સંચાલક ડો. રસિક વઘાસિયાએ પણ ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરીને હોસ્પિટલ ધમધમતી રાખી હોવાથી આ અંગે ભાવનગર રિજિયોનલ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરતાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું જણાયું હતું. જેથી તંત્ર દ્વારા વિવાદિત ડો. રસિક વઘાસિયાની હોસ્પિટલને સીલ મારી દેવાયું છે.

ગેરકાયદે આખું ફાર્મ હાઉસ બનાવી નાખ્યાનો આરોપ
ઊનાના જાણીતા ડોક્ટર રસિક વઘાસિયા અગાઉ અનેક વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. રાજકીય વગ ધરાવતા ડો. રસિક વઘાસિયા હાલ લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ડોક્ટર પર વન વિભાગની જમીનમાં ગેરકાયદે કબજો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. તાલાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ડો. વઘાસિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. દાવો છે કે, ડો. વઘાસિયાએ દબાણવાળી જમીનમાં એક બે નહીં પરંતુ 28 રૂમ, એક રસોડું, એક કોન્ફરન્સ હોલ, એક સ્વીમિંગ પૂલ અને એક ગોડાઉનનું કોમર્શિયલ હેતુ માટે વન વિભાગની મંજૂરી વગર બાંધકામ કરી દીધું છે. આ એક પ્રકારનું ફાર્મ હાઉસ છે જેને ડો. વઘાસિયાએ ગીર એથિઝ રિસોર્ટ નામ આપ્યું છે. આ કેસમાં કોર્ટે ડો. વઘાસિયાને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે અને હાલ ડોક્ટર વઘાસિયા જેલની હવા ખાઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આરોપ
અગાઉ આ ઊનામાં સિલ્વર કોમ્પ્લેક્સમાં માનવદીપ સર્જિકલ હોસ્પિટલના ડો. વઘાસિયા પર વિદ્યાર્થી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગી ચુક્યો છે. જો કે, તે કેસમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વિદ્યાર્થીઓએ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુધી લેખિતમાં રજૂઆતો કરી છે પરંતુ વિદ્યાર્થીનો અવાજ ન તો સ્થાનિક તંત્રએ સાંભળ્યો છે ન તો ઉચ્ચકક્ષાએ કોઈના કાને પડ્યો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત