Homeદે ઘુમા કેIND vs BAN: બાંગ્લાદેશ સામે વનડે માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત...

IND vs BAN: બાંગ્લાદેશ સામે વનડે માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્માને કમાન, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Team Chabuk-Sports Desk: BCCIએ બાંગ્લાદેશ સામે આગામી સમયમાં રમાનારી વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને યશ દયાલના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને સ્થાન મળ્યું છે. ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે આ બંને ખેલાડીને ટીમમાં સામેલ કર્યા છે.

યશ દયાલને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આથી તેમનું રિપ્લેસમેન્ટ પણ ટીમમાં સામેલ કર્યું છે.

બાંગ્લાદેશ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (c), KL રાહુલ (vc), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (wk), ઈશાન કિશન (wk), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ
4 ડિસેમ્બર, પહેલી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
7 ડિસેમ્બર, બીજી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
10 ડિસેમ્બર, ત્રીજી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
14-18 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ(ચિટગાવ)
22-26 ડિસેમ્બર, બીજી ટેસ્ટ(ઢાકા)

કુલદીપ અને શાહબાઝને શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં 25 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી (ભારત VS ન્યુઝીલેન્ડ) માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તે બાંગ્લાદેશ જનારી ટીમનો ભાગ હશે. ન્યૂઝીલેન્ડમાં ODI ટીમ માટે હાલમાં કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, ઉમરાન મલિક

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments