Team Chabuk-Sport Desk: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ( BCCI )એ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી ખેલાડીઓનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. BCCIના આ લિસ્ટમાં કુલ 28 ખેલાડીઓને જગ્યા મળી છે. આ વખતે પણ BCCIએ ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચ્યા છે. જેમાં ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C સામેલ છે. BCCI ચારે ગ્રેડની રકમમાં કોઈ ફેરફાર નથી કર્યો
- ગ્રેડ A+માં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. આ ત્રણે ખેલાડીઓને વર્ષના 7 કરોડ રૂપિયા મળશે. પહેલાં પણ આ ત્રણે ખેલાડીઓ આ ગ્રેડમાં જ હતા.
- ગ્રેડ Aમાં 10 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જેમને 5 કરોડ રૂપિયા મળશે. ગ્રેડ Bમાં પાંચ ખેલાડીઓ છે જેમને 3 કરોડ મળશે. જ્યારે ગ્રેડ Cમાં 10 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જેમને વર્ષના 1 કરોડ રૂપિયા મળશે.
- ગ્રેડ પ્રમાણે ખેલાડી
- ગ્રેડ A+ ( વર્ષના 7 કરોડ રૂપિયા )
- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ
ગ્રેડ A ( વર્ષના 5 કરોડ રૂપિયા ) - આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, કે.એલ.રાહુલ, મો.શમી, ઈશાંત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા
ગ્રેડ B ( વર્ષના 3 કરોડ રૂપિયા ) - ઉમેશ યાદવ, ઋદ્ધિમાન સાહા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, મયંક અગ્રવાલ
ગ્રેડ C ( વર્ષના 1 કરોડ રૂપિયા ) - કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચહર, શુભમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મો.સિરાઝ
ALERT🚨: BCCI announces annual player retainership 2020-21 – #TeamIndia (Senior Men) for the period from October 2020 to September 2021.
— BCCI (@BCCI) April 15, 2021
Payment structure:
Grade A+ : INR 7 Cr
Grade A : INR 5 Cr
Grade B : INR 3 Cr
Grade C : INR 1 Crhttps://t.co/WgtmO7pIOv pic.twitter.com/ycnPcXPYJu
કોને ફાયદો ?
BCCIના નવા લિસ્ટમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ અને શુભમન ગિલને ફાયદો થયો છે. પંડ્યાને પ્રમોટ કરીને ગ્રેડ Aમાં સામેલ કરાયો છે. જ્યારે ગિલ અને સિરાઝને પહેલીવાર કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરને પ્રમોટ કરીને ગ્રેડ Bમાં સામેલ કરાયો છે.
આ ઉપરાંત કુલદીપ યાદવને ગ્રેડ Aમાંથી હટાવીને ગ્રેડ Cમાં સામેલ કરાયો છે. તો કેદાર જાધવ અને મનીષ પાંડેને આ લિસ્ટમાં જગ્યા જ નથી મળી. પહેલાં બંને ખેલાડીઓ ગ્રેડ Cમાં હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત