Team Chabuk-Sports Desk: ટી-20 વર્લ્ડ કપ 2022ની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં લીધા છે. BCCIએ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા સહિત આખી ટીમને ઘર ભેગી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યા માટે બીસીસીઆઈએ નવું આવેદન પત્ર પણ જાહેર કરી દીધું છે.
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાષ્ટ્રીય પસંદગીકારો (સિનિયર મેન્સ ટીમ)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમણે તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે.
માત્ર તે જ ભૂતપૂર્વ ક્રિકેટરો કે જેમણે ઓછામાં ઓછી 7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 ODI અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય તે જ પસંદગીકારોના પદ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. આટલું જ નહીં, કોઈપણ ભૂતપૂર્વ ક્રિકેટર જે કુલ 5 વર્ષ સુધી કોઈપણ ક્રિકેટ સમિતિનો સભ્ય રહ્યો હોય તે પુરૂષ પસંદગી સમિતિના સભ્ય બનવાને પાત્ર રહેશે નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત