Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી આઇરા ખાને બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે મુંબઈમાં સગાઈ કરી છે. થોડા મહિના પહેલાં જ ઈટાલીમાં નૂપુરે આઇરાને પ્રપોઝ કરી હતી. હવે બંનેએ ઓફિશિયલી પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. આ સેલિબ્રેશનમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સામેલ થઈ હતી.
આઇરા ખાન આ સગાઈ દરમિયાન રેડ કલરના હોટ ગાઉનમાં જોવા મળી હતી. નૂપુર બ્લેક રંગના ટક્સીડોમાં હતો. બંનેના ચહેરા પર સગાઈ કર્યાની ચમક જોવા મળી હતી. આમિર ખાનને દીકરીની સગાઈમાં ઓળખવો મુશ્કેલ બની ગયો હતો. આમિર સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ કુર્તો-પાયજામો તથા બ્લેક ચશ્મા પહેર્યા હતા. આઇરાની મમ્મી રીના દત્તા ક્રીમ તથા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કિરણ રાવ દીકરા આઝાદ સાથે જોવા મળી હતી.
#WatchVideo: Aamir Khan's daughter Ira Khan gets engaged to beau Nupur Shikhare in Mumbai #IraKhan #NupurShikhare #Mumbai #Engaged #AamirKhan #Viral pic.twitter.com/ysygNZWNvp
— Free Press Journal (@fpjindia) November 18, 2022
સગાઈમાં આઇરાની મમ્મી, ભાઈ જુનૈદ, કઝીન ઈમરાન ખાન, દાદી ઝિનત હુસૈન, ફોઈ નિખત તથા ફરહત પણ સામેલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત