Homeગુર્જર નગરીગુજરાતના આ જિલ્લામાં આગામી બે મહિના સુધી મકાન ભાડે આપતા પહેલા નજીકના...

ગુજરાતના આ જિલ્લામાં આગામી બે મહિના સુધી મકાન ભાડે આપતા પહેલા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

Team Chabuk-Gujarat Desk:  બહારના રાજ્યમાંથી અગર દેશ બહારથી આવતા અસામાજિક તત્‍વો દ્વારા સ્‍થાનિક લોકોની મદદથી ભાડેથી અથવા વેચાણથી રહેણાંક વિસ્‍તારામાં મકાન લઇ સ્‍થાનિક લોકોમાં ગુપ્‍ત રીતે ભળી જઇ સામાન્‍ય માણસોની જેમ રહી પોતાના બદઇરાદા પાર પાડી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરી માનવ જિંદગીની ખુવારી સાથે લોકોની સંપત્તિને પણ નુકશાન કરી જતા રહે છે, જેથી તેઓના નામ-સરનામા મળી શકતા નથી જેના કારણે ગુન્‍હાઓનો ભેદ ઉકેલી શકાતો નથી. 

advertisement-1

બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા તત્વો સ્થાનિક વિસ્તારોમાં કોઇના મકાન ભાડે રાખી રહેતા હોય છે અને જગ્યા વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇને તેઓ ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતા હોય છે. આગામી સમયમાં નવરાત્રી, વિજયાદશમી, ઇદે મિલાદ, સરદાર પટેલ જયંતિ, દિવાળી, નુતન વર્ષારંભ, ભાઇબીજ, ગુરૂનાનક જયંતિ, દેવ દિવાળી વિગેરે ધાર્મિક તહેવારો આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે  સમગ્ર  મહિસાગર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણો મૂકવા જરૂરી હોઇ મહિસાગર-લુણાવાડાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.આઇ.સુથારે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સી.આર.પી.સી. ૧૯૭૩(૧૯૭૪ ના નં-૨) ની કલમ – ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર મહિસાગર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે.

advertisement-1

પોલીસ સ્‍ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને ભાડે મકાન આપી શકાશે નહીં જ્યારે ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તેઓએ જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને મકાન માલિકનું નામ તથા ભાડ આપેલ મકાનની વિગત, વિસ્‍તાર, મકાન નંબર, મકાન ભાડે આપવા સત્તા ધરાવતના વ્‍યકિતનું નામ-સરનામું, મકાન કયારે ભાડે આપેલ છે, ભાડાની વિગત સાથે કેટલા સમય માટે ભાડે આપેલ છે, કઇ વ્‍યકિતઓને ભાડે આપેલ છે, તેમાં રહેનાર વ્‍યકતિઓના પાકા નામ-સરનામા, સ્‍થાનિક રીતે ભાડુઆતની ઓળખાણ આપનારનું નામ-સરનામું, મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યકિતનું નામ-સરનામું જેવી વિગતો આપવાની રહેશે. આ હુકમ સમગ્ર મહીસાગર જિલ્‍લામાં તા. ૧/૧૦/૨૧થી બે માસ સુધી અમલમાં રહેશે.  આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments