Team Chabuk-Gujarat Desk: સુરતમાં ફરી એકવાર નબીરાઓની પાર્ટી ઝડપાઈ છે. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાંથી પોલીસે 25 જેટલા યુવાનોની ધરપકડ કરી છે. આ 25 લોકોમાં 6 જેટલી સ્પા ચલાવતી મહિલાઓ પણ સામેલ છે.
પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, અહીં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસની ટીમ ફાર્મ હાઉસમાં પહોંચી ગઈ હતી. ફાર્મ હાઉસમાં પહોંચતા જ પોલીસે 25 જેટલા લોકોને પાર્ટી કરતા રંગે હાથ ઝડપી લીધા હતા. જેમાં કેટલાક લોકો નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા પાડ્યા બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
બીજી તરફ પાર્ટીમાં મોટામાથાના પુત્રો સંકળાયેલા હોવાનું સૂત્રોના આધરે જાણવા મળી રહ્યું છે. આરોપ છે કે, પોલીસ પણ આ મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે એટલે જ હજુ સુધી પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું તેમના નામ સામે આવ્યા નથી. આ ઉપરાંત એ વિગતો પણ બહાર નથી આવી કે પાર્ટી દરમિયાન ઘટનાસ્થળેથી શું ઝડપાયું છે. પોલીસ શા માટે નામ આપી નથી રહી તે અંગે અનેસ સવાલો ઉઠ્યા છે.

રાજ્યમાં દારુબંધીના કડક અમલીકરણના દાવા વચ્ચે પણ આવી પાર્ટીઓ હજુ ચાલુ છે. જેને લઈને દારુબંધીના કડક અમલીકરણના દાવાઓ ખોટા સાબિત ઠરી રહ્યા છે. આ ઉપરાંત આવી પાર્ટીઓ કરવાની પરવાનગી કોણ આપે છે તેમજ પાર્ટીમા લાવવામાં આવતો નશાનો સામાન કોણ લાવે છે અને ક્યાંથી લાવે છે તે મુદ્દે પણ અનેક સવાલો છે. આ કેસમાં પણ જો ઘટનાસ્થળેથી નશાનો સામાન મળ્યો છે તો તે ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જરૂરી છે. આગામી સમયમાં પોલીસ શુ કરે છે અને આરોપી વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ કહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત