Homeસિનેમાવાદurfi javed: ઉર્ફી જાવેદનો ગુપ્ત રીતે વીડિયો ઉતારી રહ્યો હતો શખ્સ, રંગે...

urfi javed: ઉર્ફી જાવેદનો ગુપ્ત રીતે વીડિયો ઉતારી રહ્યો હતો શખ્સ, રંગે હાથે ઝડપાઈ જતા જુઓ શું થયું ?

Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. ઉર્ફી સાઈકલની ચેઈનથી, તો ક્યારેક કાચથી, ક્યારેક કાગળથી, કપડા બનાવી ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ તેણે એક વ્યક્તિન રંગે હાથે ઝડપી લીધો છે, જે તેની સાથે એવું કરી રહ્યો હતો, જે તેને મંજૂરી આપવામા આવી નહોતી. પછી શું ઉર્ફીએ હોબાળો મચાવ્યો. તમે પણ વિચારતા હશો કે આખરે મામલો શું છે.

ઉર્ફીને હાલમાં જ સેટ પર એક શખ્સ સાથે લડતા જોઈ શકાય છે. સેટ પર આ વ્યક્તિ તેની મંજૂરી વગર તેનો વીડિયો બનાવી રહ્યો હતો. ઉર્ફીએ જ્યારે તેને નોટિસ કર્યો અને તેને જઈને વાત કરી તો તે માન્યો નહી તો ઉર્ફીએ હંગામો કર્યો અને તેનો ફોન દેખાડવાની વાત કરી હતી.

ઉર્ફીએ હંગામો કરતા સેટ પર હાજર લોકો અને ટીમના સભ્યો પણ આવી ગયા. જાણીતા પાપારાઝી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી તે વ્યક્તિ પાસે ગઈ અને તેનો ફોન ચેક કરાવવા કહ્યું હતું. આ પછી એક વ્યક્તિ આવ્યો અને તે વ્યક્તિના હાથમાંથી ફોન છીનવી લીધો અને વીડિયો જોયો. એક ટીમ મેમ્બરને ઉર્ફીએ ફરિયાદ કરી કે જ્યારે તેને બોલવામાં આવ્યું હતું કે વીડિયો ન બનાવે તો પણ કેમ બનાવવામાં આવે છે.

વીડિયોમાં ઉર્ફી ગુસ્સામાં જોવા મળી રહી છે. ચાહકો માટે ઉર્ફીનું રિએક્શન થોડુ સરપ્રાઈઝ છે. વીડિયો જોયા બાદ ટ્રોલ્સ મજા લઈ રહ્યા છે. એક યૂઝર્સે વીડિયો જોઈ લખ્યું, ઉર્ફી એટલે ગુસ્સામાં લાગી રહી છે કારણ કે તેના પૂરા કપડા પહેર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments