Homeગામનાં ચોરેતમે ફ્રીમાં IPL નિહાળી શકો તે માટે JIOએ શરૂ કર્યા આ ચાર...

તમે ફ્રીમાં IPL નિહાળી શકો તે માટે JIOએ શરૂ કર્યા આ ચાર નવા પ્લાન

Team Chabuk-national Desk: આજથી IPLની શુભ શરૂઆત થઈ રહી છે. સાંજ પડતાં જ ક્રિકેટ રસિયાઓ ટીવી સામે ગોઠવાઈ જશે. પરંતુ જેઓની પાસે ટીવી નથી તેઓનું શું ? આ સમસ્યાનું સમાધાન તમને JIO કરી આપશે. હવે તો સેટઅપ બોક્સ આવી જવાથી ટીવીમાં ચેનલો જોવી મોંઘી બની ગઈ છે ત્યારે લોકો હવે મોબાઈલમાં જ તમામ વસ્તુ જોઈ લે છે. ક્રિકેટ મેચ પણ મોબાઈલમાં લાઈવ નિહાળી શકાય છે. પરંતુ તેમાં ડેટાનો વપરાશ વધી જાય છે. જેથી Reliance Jioએ ચાર નવા પ્રીપેડ પ્લાન્સની જાહેરાત કરી છે.

Reliance Jioના આ પ્લાન્સમાં યુઝર્સને 1 વર્ષ સુધી Disney+Hotstar vip પ્લાન્સ ફ્રીમાં મળશે. સાથે જ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને ટોક ટાઈમ અને મોબાઈલ ડેટા પણ મળશે. સાથે જ ત્રણ પ્લાનમાં ગ્રાહકોને વધારાનો ડેટા વાપરવા પણ મળશે. કંપનીએ આ પ્લાન ખાસ કરીને આજથી શરૂ થતી IPL 2021ની નવી સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો વચ્ચે મૂક્યા છે. આ પ્લાનની શરૂઆત આજથી જ થઈ રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે JioCricketને હવેથી તમામ JioPhone વપરાશકર્તા માટે લાઈવ કરી દેવામાં આવી છે. જેથી ગ્રાહકો લાઈવ સ્કોર જોઈ શકશે.

Reliance Jioની વેબસાઈટ ઉપર આ નવા પ્લાન્સને Jio Cricket Plansની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ચાર અલગ અલગ પ્લાનની કિંમત 401 રૂપિયા, 598 રૂપિયા, 777 રૂપિયા અને 2599 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તમામ જિઓ પોસ્ટપેડ પ્લસમાં પણ IPL જોઈ શકાશે.

સૌપ્રથમ વાત કરીએ 401 રૂપિયાવાળા પ્લાનની. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળશે. સાથે જ અનલિમિટેડ કોલ્સ, દરરોજ 2જીબી ડેટા, વધારાનો 6જીબી ડેટા, દરરોજ 100 એસએમએસ, 1 વર્ષ માટે 399ની કિંમતનું Disney+Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન, JioTV અને JioCinema જેવી ફ્રી એપ્લિકેશન વપરાશ કરવા મળશે.

598 રૂપિયાવાળા બીજા પ્લાનમાં યુઝર્સને 56 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા વપરાશ કરવા મળશે, દરરોજ 100 એસએમએસ મળશે.

777 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળશે. સાથે જ અનલિમિટેડ કોલ્સ, દરરોજ 1.5જીબી ડેટા, 5જીબી વધારાનો ડેટા અને દરરોજ 100 એસએમસ ફ્રી મળશે.

છેલ્લા પ્લાન કંપનીનો 2599 રૂપિયાનો છે. 2599 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળશે. પ્લાનમાં દરરોજ ગ્રાહકોને 2જીબી ડેટા મળશે. 10 જીબી વધારાનો ડેટા આ પ્લાનમાં આપવામાં આવશે. સાથે જ દરરોજ 100 એસએમસ ફ્રી કરી શકાશે. અનલિમિટેડ કોલ્સ પણ મળશે. આ ત્રણેય પ્લાનમાં બાકીના તમામ ફાયદા 401 રૂપિયાવાળા પ્લાનની જેમ જ મળશે.

એટલે કે તમામ પ્લાનની સાથે 1 વર્ષ માટે 399ની કિંમતનું Disney+Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન, JioTV અને JioCinema જેવી ફ્રી એપ્લિકેશન વપરાશ કરવા મળશે. આથી ગ્રાહકો આ એપમાં IPLનો આનંદ માણી શકશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments