Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકે સોસાયટીમાં એક શ્વાનના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા અને શ્વાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો. પીડાથી કણસતા આ શ્વાનને એક મહિલાએ જીવદયાપ્રેમીઓની મદદથી એનિમલ હોસ્પિટલ ખસેડી સારવાર કરાવી હતી. યુવક સામે જીવદયા પ્રેમીઓએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
લોહી લુહાણ હાલતમાં શ્વાનને આખો દિવસ કણસતો જોઈને એક મહિલા જીવદયાપ્રેમીઓની મદદથી તેને સારવાર માટે લઈ ગઈ હતી, જ્યારે શ્વાન પર હુમલો કરનાર વ્યક્તિને ફોન કરતા તેણે મદદ કરવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ તેણે ફોન ઉપાડ્યો નહીં અને ત્યાં આવ્યો પણ નહીં. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મહિલાએ જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો. બાદમાં શ્વાનને એનિમલ હોસ્પિટલ ખસેડ્યું હતું. જ્યાં ડોક્ટરે કહ્યું હતું કે, તેને ગંભીર ઈજા થઈ છે અને છરીના ઘા માર્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે મહિલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેતો કુણાલ ઉર્ફે બોબડો સોલંકીએ છરીના ઘા શ્વાનના પેટમાં ઝીંક્યા છે.
હુમલો કરનારનો સંપર્ક કરતા તેણે પહેલા સારવાર માટેનો ખર્ચ ઉપાડવાની વાત કરી માફી માગી હતી. પરંતુ ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને કોઈ જવાબ આપ્યો નહીં. આથી જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે આરોપી કૃણાલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે આ અંગે આરોપીની અટકાયત કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર