Team Chabuk-National Desk: પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. જેને રોકવા માટે દિલ્લીની બોર્ડરો સીલ કરી દેવાઈ છે અને સૈનિકોના ધાડેધાડા ઉતારી દેવાયા છે. 12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં સાડા 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. જે બાદ કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ સિંહ પંઢેરે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. હવે ટ્રેક્ટર અને વાહનો લઈને ખેડૂતો શંભુ બોર્ડરે એકઠા થયા છે. જેને રોકવા માટે સુરક્ષા જવાનોએ ડ્રોનથી ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ખેડૂતો દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું હતું.
#WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0
— ANI (@ANI) February 13, 2024
સરવણ સિંહે કહ્યું હતું કે, દરેક મુદ્દે ચર્ચા થઈ છે પરંતુ ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દરેક વાતનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ. કેટલાક મુદ્દાઓ છે કે જેના ઉકેલ માટે કમિટી બનાવવાની જરૂર છે.
#WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv
— ANI (@ANI) February 13, 2024
આંદોલન મામલે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં કડક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. એક મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત