Homeગુર્જર નગરીવડોદરાથી દિલ્હી જેટલી 943 કિ.મી. લાંબી પાઈપલાઈન, પાંચ જૂથ પાણી યોજનાનો લાખો...

વડોદરાથી દિલ્હી જેટલી 943 કિ.મી. લાંબી પાઈપલાઈન, પાંચ જૂથ પાણી યોજનાનો લાખો લોકોને મળશે લાભ

Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદા અને મહિ નદી આધારિત રૂ. ૩૬૪ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત થનાર છે. વડોદરાથી દિલ્હી જઈ શકાય એટલી લાંબી લાઈન એટલે કે ૯૪૩ કિ.મી. લાંબી આંતરિક પાઇપ લાઇન નાંખી સાવલી, ડેસર, કરજણ અને વડોદરા તાલુકાના ગામોને પાણી પહોંચાડાશે.

હર ઘર નલ યોજનાથી 2.95 લાખ ઘરને લાભ

આ જૂથ યોજનાની બીજી વિશેષ વાત એ છે કે, ઉક્ત તાલુકાના ગામોના નાગરિકોને પીવાનું પાણી આપવા માટે ૩૭૭ સંપ, ૨૬ ટાંકી બનાવવામાં આવશે. બાદમાં વાસ્મો અને ગ્રામ્ય કક્ષાની પાણી સમિતિના માધ્યમથી નાગરિકોના ઘર સુધી પાણી પહોંચશે.

વડોદરા જિલ્લાના સાવલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 16 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે પાણી પુરવઠાની વિવિધ જૂથ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાવલી સ્થિત તાલુકા સેવા સદન ખાતે પાણી પુરવઠાની વિવિધ જૂથ યોજના રૂ.૩૬૦.૭૭ કરોડના ખાતમુહૂર્ત અને રૂ.૨૧૦.૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવશે.

ગામડાઓમાં પીવાનું ૧૦૦ ટકા શુદ્ધ પાણી મળે રહે તે ઉદ્દેશ્ય સાથે હર ઘર નલ સે જલ યોજના અમલી છે. રૂ.૮૩.૯૦ કરોડના ખર્ચે સાકાર થયેલ આ કામગીરીને લીધે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૨,૯૫,૩૫૧ ઘરોને આ યોજના અન્વયે લાભ મળી રહેશે.

મહિ નદી આધારિત વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજનાનું અંદાજે રૂ.૧૨૬.૫૯ કરોડના ખર્ચે કામ પૂર્ણ થતાં વડોદરા તાલુકાના ૩૯ ગામ અને ૩૪ પરાની આશરે ૨.૪૨ લાખની વસ્તીને મહિ નદીમાં ઇન્ટેક વેલનું પાણી મળી રહેશે. મહત્વનું છે કે, મહિ નદી આધારિત વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે ૨૨ ભૂગર્ભ સંપ અને હેડવર્કસ, ૧૫૯.૫૦ કિ.મી. રાઇઝીંગ મેઇન અને વિતરણ પાઇપલાઇન તથા ૪૬ એમએલડી અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ઇન્ટેકવેલની કામગીરી પૂર્ણ થઈ છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂ.૨૧૦.૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.

advertisement-1

જૂથ યોજનાથી દોઢ કરોડ લોકોને લાભ મળશે

મહિ નદી આધારિત સુધારણા ભાગ-૨ જૂથ પાણી પુરવઠા યોજના, મહિ નદી આધારિત ડેસર જૂથ પાણી પુરવઠા યોજના, નર્મદા કેનાલ આધારિત સાવલી પૂર્વ વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના, નર્મદા કેનાલ આધારિત વડોદરા દક્ષિણ વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના અને નર્મદા કેનાલ આધારિત કરજણ પશ્ચિમ વિભાગ જૂથ પાણી પુરવઠા યોજનાના આશરે રૂ.૩૬૦.૭૭ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં સાવલી, ડેસર, કરજણ અને વડોદરા તાલુકાના ૨૧૧ ગામ, ૧૪૯ પરા અને ૨ શહેરની આશરે ૧૫૦.૮૭ લાખ વસ્તીને તેનો લાભ મળી શકશે.

આ કાર્યક્રમમાં મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પાણી પુરવઠામંત્રી ઋષિકેશ પટેલ, મત્સ્યોદ્યોગ તથા નર્મદા અને જળસંપત્તિ, પાણીપુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરી, મહિલા અને બાળવિકાસ રાજયમંત્રી મનિષાબેન વકીલ, સાસંદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ, મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ, સીમાબેન મોહિલે, જીતેન્દ્ર સુખડીયા સહિતના પદાધિકારી-અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments