Team Chabuk-Gujarat Desk : ગુજરાત સરકાર એક સમયે જેને મોડલ સ્ટેટ માની રહી હતી અને જ્યાં ગુનાખોરી ઘટવાના પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તેની ફરી એક વખત પોલ ખૂલી ગઈ છે. ગુજરાતના એક દલિત સાથે આવો ખૂની ખેલ ખેલાશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ભાવનગરમાં રહેતા અમરાજી બોરીચાને કેટલાક શખ્સોએ જંગલીની જેમ રહેંસી નાખ્યા, કારણ શું હતું ? એ ગામમાં રહીને ખેતી કરતા હતા અને એક દલિત ખેતી કરે એ એમને બિલકુલ મંજૂર નહોતું.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સણોદરા ગામે રહેતા દલિત અમરાજી બોરીચાને સરકારે જે જમીન ખેડવા માટે આપી હતી તેની સામે કેટલાક ગ્રામજનોનો જ વિરોધ હતો. જ્યારથી અમરાજીને જમીન મળી હતી ત્યારથી તેમના પર પ્રાણઘાતક હુમલાઓ થઈ રહ્યા હતા. વર્ષ 2013માં તેમને આ હુમલાથી રક્ષણ મળે આ માટે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું. ગઈકાલે 2 માર્ચના રોજ જ્યારે વિજય સરઘસ નીકળ્યું ત્યારે કેટલાક લોકો અમરાજીના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં તેમની દીકરી પણ વચ્ચે પડી હતી જેને નજીવી ઈજાઓ પહોંચી છે પણ આ ઘાતક હુમલામાં અમરાજીએ જીવ ગુમાવી દીધો છે.
એક રીતે ખેતી ખેતીની વાતો થાય છે. પણ જો કોઈ દલિત ખેતી કરે તો ગમતું નથી. ગુજરાત સરકાર દ્વારા જ દલિતો ખેતી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે આ માટે ખેતીની જમીન ફાળવવામાં આવી છે પણ કેટલાક લોકોને આંતરડી બળે છે.
વર્ષ 2010ની સાલથી અમરાજી ઉપર આ હુમલા અને ધમકીઓ આપવાની શરૂઆત થઈ હતી. જેના કારણે અમરાજી સતત તાણમાં રહેતા હતા. એ પછી ત્રણ વર્ષે એટલે કે 2013ની સાલમાં તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં અમરાજીએ ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પ્રણવ સોલંકી વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી પણ તેમનું કોઈએ સાંભળ્યું નહોતું. અમરાજીની પાસે એસઆરપીનું પૂરતું પ્રોટેક્શ હતું પણ સાંજના સાડા પાંચ વાગ્યે તેમના પર હુમલો થયો અને તેમને હતાં ન હતાં કરી નાખ્યા.
ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં દલિતો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને વિરોધ નોંધવ્યો હતો. તેમણે આ ઘટનામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પણ આરોપી બનાવવાની માગ કરી હતી. ઘટના બન્યા બાદ વિરમગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ મૂકી રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ સમગ્ર ઘટના વિશે અંગ્રેજીમાં લખ્યું હતું જેથી દેશનો એક એક વ્યક્તિ આ વિશે જાણે.
गुजरात के भावनगर जिले के घोघा तहसील के सानोदरा गांव के दलित RTI कार्यकर्ता अमरा बोरिचा की पुलिस प्रोटेक्शन के बावजूद उनके घर में घुसकर कल हत्या कर दी गई । वह बार बार स्थानिक पुलिस से कह रहे थे कि उन्हें सरकार द्वारा आवंटित जमीन पर गुंडो का कब्जा है, उनकी जान को खतरा है लेकिन….. pic.twitter.com/ocjNXFzwhG
— Jignesh Mevani (@jigneshmevani80) March 3, 2021
‘‘Dalit RTI activist Amra Boricha of Sanodara village of Ghogha Tehsil of Bhavnagar district of Gujarat was murdered yesterday by breaking into her house despite police protection. He was repeatedly telling the local police that he is occupied by goons on the land allotted by the government, threatening his life but police did not take any action. Finally they were murdered. Family members of Amra Boricha have demanded that they will not last the dead body of Amra Bhai until all the culprits including police are arrested.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત