Homeગામનાં ચોરેસાંસદ પુત્રનો સ્વયં પર ગોળીબાર, સાળાએ પોલીસ સામે વટાણા વેરી નાખ્યાં

સાંસદ પુત્રનો સ્વયં પર ગોળીબાર, સાળાએ પોલીસ સામે વટાણા વેરી નાખ્યાં

Team Chabuk-National Desk : પુત્ર હોય તો આવો!! ખૂદ પર જ ધડામ… ધડામ.. ધડામ… ગોળી ચલાવી દે. પણ પુત્રએ કર્યું શું ? એવી શું નોબત આવી પડી કે પુત્રએ પોતાના પર જ ભડાકા કરાવ્યા ?

ભાજપના સાંસદ કૌશલ કિશોરના દીકરા આયુષ પર ફાયરિંગ થવાના કેસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સાંસદના પુત્રએ પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે આયુષના સાળાની પૂછપરછ કરી હતી અને તે વટાણાની જેમ વેરાય ગયો હતો. સામેની બાજુ આયુષની પત્ની સાથે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ અંગે સાંસદે કહ્યું કે, તેમના દીકરાએ તેની મરજીથી લગ્ન કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેણે આત્મહત્યાની ધમકી આપી હતી. જોકે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સાંસદજીએ કબુલ્યું હતું કે, મને આ વાતની બિલકુલ ખબર નથી કે મારા પુત્રએ તેના પર જ ફાયરિંગ કરાવી દીધું છે.

હવે આ કેસ ખૂબ જ ગૂંચવાય ગયો છે. પોલીસ પણ સાંસદ અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે જેથી આ કેસના અંતિમ સુધી પહોંચી શકાય. આ આધાર પર જ પોલીસ આગળની તપાસ કરશે અને બાદમાં મજબૂત પૂરાવા સાથે કેસ દાખલ કરશે.

છાતીમાં મારી ગોળી

સાંસદના દીકરાને છાતીમાં ગોળી મારવામાં આવી છે. હોસ્પિટલમાં હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તેની સ્થિતિ સ્થિર છે અને સુધાર પર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું કે, તેમના પુત્ર આયુષનો ઈલાજ થઈ ગયા બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.

મોડી રાતે થયા હતા ભડાકા

ઉલ્લેખનીય છે કે રાજધાની લખનઉનાં મોહનલાલગંજમાં મોડી રાત્રે કેટલાક ઈસમોએ ભાજપના સાંસદ કૌશલ કિશોરના દીકરા આયુષ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર થયા બાદ સાંસદ પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.

બાઈક સવાર બદમાશો

ભાજપના સાંસદ પર ગોળીબાર થયો એ વારદાત મડિયાંવ પોલીસ સ્ટેશનનાં ક્ષેત્રમાં આવે છે. અહીં સાંસદ કૌશલ કિશોરનો 30 વર્ષીય દીકરો પસાર થઈ રહ્યો હતો. એ સમયે જ બાઈક સવાર બદમાશો ધસી આવ્યા અને આયુષ પર ફાયરિંગ કરી દીધું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments