ભગતસિંહ : હું પૂછું છું કે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર દરેક વ્યક્તિને એ સમયે શા માટે નથી રોકતો જ્યારે તેઓ પાપ કે અપરાધ કરી રહ્યા હોય છે ? એ તો એ ખૂબ જ સરળતાથી કરી શકે છે. તેણે શા માટે લડાઈ માટે ઉત્સુક રહેતા રાજાઓની ઉગ્રતાને નાશવંત કરી દીધી અને આ પ્રકારે વિશ્વયુદ્ધ દ્વારા માનવતા પર પડી રહેલી આપત્તિઓથી તેનો બચાવ્યો ? તેણે અંગ્રેજોનાં ભેજામાં ભારતીયોને મુક્ત કરી દેવાની ભાવના શા માટે ન જન્માવી ?
એ શા માટે મૂડીવાદીઓના હ્રદયમાં એ પરોપકારી ઉત્સાહ નથી ભરી દેતો, કે એ ઉત્પાદનના સાધનો પર પોતાનો વ્યક્તિગત સમ્પત્તિનો અધિકાર ત્યાગી દે અને આ પ્રકારે ફક્ત સંપૂર્ણ શ્રમિક સમુદાય અને સમસ્ત માનવ સમાજને મૂડીવાદીઓની સાંકળમાંથી મુક્ત કરે ?
તમે સમાજવાદની વ્યાવહારિકતા પર તર્ક કરવા ઈચ્છો છો. હું આને તમારા સર્વશક્તિમાન પર છોડી દઉં છું કે એ લાગુ કરે. જ્યાં સુધી સામાન્ય ભલાઈની વાત છે, લોકો સમાજવાદના ગુણોને માને છે. એ તેના વ્યાવહારિક ન હોવાનું બહાનું લઈને તેનો વિરોધ કરે છે. પરમાત્માને આવવા દો અને એ બધી વસ્તુઓને બરાબર કરી દે. અંગ્રેજોની હકુમત અહીં એ માટે નથી કે ઈશ્વર ઈચ્છે છે, પણ એટલા માટે કે તેમની પાસે તાકાત છે અને આપણી પાસે તેમનો વિરોધ કરવાની હિંમત નથી.
એમણે આપણને પોતાના પ્રભુત્વમાં ઈશ્વરની સહાયતાથી નથી રાખ્યા, પણ બંદૂકો, રાઈફલો, બોમ્બ અને ગોળીઓ, પોલીસ અને સૈન્યના સહારે. આ આપણી ઉદાસીનતા છે કે સમાજની વિરૂદ્ધ સૌથી નિંદનીય અપરાધ – એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર દ્વારા અત્યાચાર પૂર્ણ શોષણ – સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. ક્યાં છે ઈશ્વર ? શું તે મનુષ્ય જાતિના આ કષ્ટોની મજા લઈ રહ્યો છે ? એક નીરો, એક ચંગેઝ ખાં, તેનો નાશ થાય!
શું તમે મને પૂછો છો કે હું આ વિશ્વની ઉત્પતિ તથા માનવની ઉત્પતિની વ્યાખ્યા કેવી રીતે કરું છું ? બરાબર છે, હું તમને જણાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર કેટલોક પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. તેને વાંચો. વિભિન્ન પદાર્થોના, નીહારિકાના આકારમાં, આકસ્મિક મિશ્રણથી પૃથ્વી બની. ક્યારે ? ઈતિહાસ જુઓ. આ પ્રકારની જ ઘટનાથી જંતુ પેદા થયા અને એક લાંબા પ્રવાસથી મનુષ્ય.
ડાર્વિનની ‘જીવ ઉત્પતિ’ વાંચો. ઉપરાંત તમામ વિકાસ મનુષ્ય દ્વારા પ્રકૃતિના સતત વિરોધ અને તેના પર વિજય પ્રાપ્ત કરવાની ચેષ્ટાથી થયો. આ આ ઘટનાની સંભવત: સૌથી સૂક્ષ્મ વ્યાખ્યા છે.
તમારો બીજો તર્ક એ હોય શકે છે કે શા માટે એક છોકરો લંગડો અને આંધળો પેદા થાય છે? શું આ તેના પૂર્વજન્મમાં કરવામાં આવેલા ફળ છે? જીવવૈજ્ઞાનિકોએ આ વાતનું વૈજ્ઞાનિક સમાધાન કાઢ્યું છે. અચૂક તમે એક બીજો સવાલ ક્યાંકથી કાઢો અને પૂછી શકો છો. જો ઈશ્વર નથી, તો લોકો તેના પર વિશ્વાસ શા માટે કરવા લાગ્યા ? મારો જવાબ સૂક્ષ્મ તથા સ્પષ્ટ છે.
જે રીતે તેઓ પ્રેતો અને દૃષ્ટ આત્માઓ પર વિશ્વાસ કરવા લાગ્યા. અન્તર ફક્ત એટલું જ છે કે ઈશ્વરમાં વિશ્વાસ વિશ્વવ્યાપી છે અને દર્શન અત્યંત વિકસિત. તેની ઉત્પતિનો શ્રેય એ શોષકોની પ્રતિભાને છે. જે પરમાત્માના અસ્તિત્વનો ઉપદેશ આપીને લોકોને પોતાના પ્રભુત્વમાં રાખવા માગે છે તથા તેમનાથી પોતાની વિશિષ્ટ સ્થિતિનો અધિકાર અને અનુમોદન ઈચ્છે છે. તમામ ધર્મ, સમ્પ્રદાય, પન્થ અને આવી જ અન્ય સંસ્થાઓ અંતમાં નિર્દયી અને શોષક સંસ્થાઓ, વ્યક્તિઓ અને વર્ગોની સમર્થક થઈ જાય છે. રાજાની વિરૂદ્ધ દરેક વિદ્રોહ દરેક ધર્મમાં હંમેશાં પાપ જ રહ્યો છે.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત