Team Chabuk-Gujarat Desk: ભાવનગરના ચાર પોલીસ જવાનના રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરું નજીક મોડી રાત્રે અકસ્માતમાં શહીદ થયા છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ કર્મીઓની કાર ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગર પોલીસના ચાર જવાનો શહીદ થયા છે. સાથે એક આરોપીનું મોત નિપજ્યું છે. ભાવનગર પોલીસના ચાર કર્મીઓ હરિયાણાથી આરોપીને લઈને ગુજરાત પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જયપુર-દિલ્હી હાઈવે પર ભાબરુ નજીક મોડી રાત્રે કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાર પોલીસ જવાન શહીદ થયા છે અને એક આરોપીનું મોત નિપજ્યું છે.

આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ રાજ્યના પોલીસ વર્તૂળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા, ઇરફાનભાઈ આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને પોલીસકર્મીઓ કાર મારફતે ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર પોલીસ કર્મીઓ શહીદ થયા છે.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી તેમજ ૧ આરોપી સહિતના લોકોની માર્ગઅકસ્માતની જાણકારી મળી છે તે અત્યંત દુઃખદ છે.ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 15, 2022
ૐ શાંતિ..!
दिल्ली से गुजरात अभियुक्त लेकर जा रही गुजरात पुलिस का वाहन जयपुर के भाबरू क्षेत्र में दुर्घटनाग्रस्त होने से 4 पुलिसकर्मियों सहित 5 लोगों की मृत्यु की जानकारी दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
— Ashok Gehlot (@ashokgehlot51) February 15, 2022
ચાર પોલીસ જવાનનાં મોત
1. શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલ ભીકડા
2. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા
3. ઇરફાનભાઇ આગવાન
4. મનસુખભાઈ બાલધિયા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત