Team Chabuk-Entertainment Desk: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકો માટે ખુશખબર છે. આલિયા અને રણબીરના ઘરે પારણું બંધાવાનું છે. લગ્નના બીજા જ મહિને આલિયા ભટ્ટ ગર્ભવતી બની છે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
આલિયા ભટ્ટે 27 જૂને સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી પ્રેગ્નન્સીની માહિતી આપી હતી. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર સોનાગ્રાફીની એક તસવીર શેર કરી છે. તસવીરમાં તે હોસ્પિટલમાં છે અને રણબીર કપૂર પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. કોમ્પ્યુટરની સ્ક્રીન પર તેણે હાર્ટ ઇમોજી લગાવી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારું બાળક ટૂંક સમયમાં આવશે.” અન્ય તસવીરમાં તેણે સિંહ-સિંહણ અને બચ્ચાની તસવીર શૅર કરી હતી.
આવતા મહિને રણબીરની બે ફિલ્મ અને આલિયાની એક ફિલ્મ આવી રહી છે. લગ્ન બાદ પ્રથમવાર આલિયા રણબીર પહેલીવાર એક સાથે મોટા પડદે જોવા મળશે. 9 જૂલાઈએ રણબીર અને આલિયાની બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે. જ્યારે 22 જુલાઈએ રણબીર કપૂરને શમશેરા આવી રહી છે. તો રણબીર કપૂર ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે સ્પેનમાં લવ રંજનની ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધા કપૂર સાથે કર્યું હતું. રણબીર કપૂર હાલમાં સ્પેન છે અને આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં લંડનમાં હતી. અહીંયા તેણે હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત આલિયા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત