Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. ભાવનગર-ઓખા ટ્રેન સાથે મોટી દુર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સણોસરા-ધોળા ટર્નિંગ પોઈન્ટ પર ઈલેક્ટ્રીકનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જીવતો વાયર રેલવે ટ્રેક પર પડ્યો હતો. જો કે આ વાયર રેલવે ટ્રેક પર પડતાં જ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. અને સુરેન્દ્રનગર થી ભાવનગર આવતી ટ્રેનને ધોળા અને ભાવનગર થી ઓખા જતી ટ્રેનને સણોસરા પાસે જ રોકી દેવાઈ હતી. જો ટ્રેનને રોકવામાં પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
રેલવે ટ્રેક પર ધોળા-પીપવાવની OHE ઇલેક્ટ્રિક ટ્રેનની લાઈનનો જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો હતો. વા વાતની જાણ રેલવે કર્મીઓને થતાં સણોસરા રેલવે સ્ટેશને જાણ કરવામાં આવી હતી અને ટ્રેનને સણોસરા જ રોકી દેવામાં આવતા સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી છે.
ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાતે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ટ્રેન ઉપડી રાત્રે 11:15ની આસપાસ આ ટ્રેન ધોળા પહોચે છે. પરંતુ ટ્રેનના ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની રેલવે કર્મચારીઓને જાણ થતાં ટ્રેન ધોળા પહોંચે તે પહેલા જ સમય સુચકતા વાપરીને ટ્રેનને સણોસરા નજીક રોકી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનમાં સવાર હજાર જેટલા મુસાફરો હેરાન થયા હતા પરંતુ કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
રેલ્વે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રેલવે ટ્રેક પર રિપેરિંગ કામ ઝડપથી હાથ ધરાતા રાત્રિના 12 વાગ્યા આસપાસ હાલ પૂરતો ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો હતો. અને વધુ રિપેરિંગની કામગીરી બીજા દિવસ સુધી અટકાવી દેવાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
