Team Chabuk-Cinema Desk: સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઈઝ કમાણીમાં અટકવાનું નામ નથી લઈ રહી. ઓનલાઈન એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ગઈ હોવા છતાં થીએટરમાં તેનો જાદુ ઓસરી નથી રહ્યો. રિલીઝની સાથે જ કમાણીમાં કિર્તીમાન રચનારી આ ફિલ્મે વધુ એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ફિલ્મ પુષ્પા ધ રાઈઝે રિલીઝના નવમાં અઠવાડિયે 1.39 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
આ ઉપલબ્ધિ સાથે પુષ્પા રિલીઝના નવમાં અઠવાડિયે આટલી કમાણી કરનારી દેશની બીજી ફિલ્મ બની ચૂકી છે. આ પૂર્વે વિકી કૌશલની ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકે 1.64 કરોડની કમાણી કરી હતી. જે નંબર વનના સ્થાન પર છે. હવે બીજા સ્થાન પર પુષ્પા ધ રાઈઝ છે. ફિલ્મના કલેક્શનને લઈ લોકો એટલે આશ્ચર્યચકિત છે કે ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ થઈ ચૂકી છે. ઓનલાઈન રિલીઝના કારણે પુષ્પાની કમાણી જે ધીમી પડી છે તે આવનારા સમયમાં વધારે ધીમે પડશે. છતાં થીએટરમાં નવમાં અઠવાડિયે પણ તેની કમાણીનો આ કિર્તીમાન આશ્ચર્ય પમાડે છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મે ખૂબ ઓછામાં ઓછા સમયમાં આ રેકોર્ડ બનાવ્યો છે. બોક્સ ઓફિસ પર કોરોના બાદ અસંખ્ય રેકોર્ડ તોડતા ફિલ્મના હિંદી વર્ઝને સો કરોડ ક્લબમાં પોતાની જગ્યા બનાવી છે. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મ 300 કરોડની કમાણીનો આંકડો પાર કરી ચૂકી છે. નોન હિંદી ફિલ્મ હોય અને આટલી કમાણી કરી હોય તેમાં બાહુબલી ધ કન્કલુઝન હજુ પણ અવ્વલ છે.
17 ડિસેમ્બર 2021ના રોજ પુષ્પા ધ રાઈઝ થીએટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સિવાય સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અને મલયાલમ અભિનેતા ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સુકુમારે નિર્દેશિત કરેલી આ ફિલ્મનો બીજો ભાગ પુષ્પા ધ રુલ પણ આવનારા સમયમાં રિલીઝ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
