Homeગુર્જર નગરીભાવનગરમાં મહિલાના ગાલ અને શરીર પર કુતરાએ બચકાં ભર્યા, 4 સંતાનની માતાનું...

ભાવનગરમાં મહિલાના ગાલ અને શરીર પર કુતરાએ બચકાં ભર્યા, 4 સંતાનની માતાનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રખડતાં કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કુતરાના આતંકની વધુ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરમાં હડકાયા કુતરાએ મહિલાના ગાલ પર અને શરીર પર બચકા ભરી લેતાં મહિલાનું મોત થયું છે..

ભાવનગર જિલ્લાના જેસર દેપલા ગામે રખડતા કુતરાએ મહિલાનો ભોગ લીધો છે. દેપલા ગામે હડકાયા કુતરાએ મહિલાને ગાલ પર અને શરીર પર જોરદાર બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બે દિવસ પહેલા 34 વર્ષના પુનમબેન ગોવિંદભાઈ નામના મહિલા પર હડકાયા કુતરાએ હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તુરંત સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ઈજાઓ એટલી ગંભીર હતી કે મહિલાનો જીવ બચી શક્યો ન હતો અને તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મૃતક પુનમબેન 4 સંતાનોની માતા હતા. તેમના અચાનક મૃત્યુથી આ ચારેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. રખડતા ઢોર અને કુતરાઓના આતંકને કારણે હવે ગામના લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને સરપંચે ગામમાંથી કુતરાનો આતંક દુર કરવા માંગ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments