HomeસિનેમાવાદMouni Roy: મેકઅપ રૂમમાં સાડીમાં મૌની રોયની મનમોહક અદાઓ જોઈને ફેન્સ થયા...

Mouni Roy: મેકઅપ રૂમમાં સાડીમાં મૌની રોયની મનમોહક અદાઓ જોઈને ફેન્સ થયા દિવાના

Team Chabuk-Entertainment Desk: નાગિન ફેઈમ અને હાલ બોલિવુડમાં પણ પોતાનો જાદુ પાથરી રહેલી અભિનેત્રી મૌની રોય (Mouni Roy) સુંદરતાના મામલે ભલભલી એક્ટ્રેસને પાછળ છોડી રહી છે. પોતાનો હોટ અંદાજ વારંવાર સોશિયલ મીડિયા પર પણ દેખાડી રહી છે. મૌની રોયના દરેક લુકથી ફેન્સ હંમેશા તેના દીવાના બની જાય છે. હાલ મૌનીએ સાડી પહેરીને કેમેરા સામે પોતાની કાતિલ અદાઓ શેર કરી છે.

એક્ટ્રેસની લાઈટ કલરની સીક્વેન્સ વર્કની સાડી પહેરી છે અને તેમાં તેણી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ વારંવાર તેના ફોટો જોઈ રહ્યા છે અને ચાહકો તેના પરથી પોતાની નજર હટાવી શકતા નથી.

ફોટામાં મૌનીએ લાઈટ બ્રાઉન કલરની સીક્વેન્સ વર્કવાળી હેવી સાડી પહેરેલી જોવા મળે છે. આ સાડીની સાથે મૌનીએ બેકલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળી છે જે તેના લુકને ખૂબ જ હૉટ બનાવી રહ્યો છે.

આ ફોટોમાં મૌનીની કાતિલ અદાઓ જોઈ ફેન્સ દીવાના થઈ રહ્યા છે. મૌનીના ચાહકો સતત કોમેન્ટ્સ કરીને તેના વખાણ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટમાં મૌનીના વખાણ કરતાં લખ્યું ‘સેક્સી નાગિન’.

પોતાના લુકને પુરો કરવા માટે તેણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણી કર્લ લુકમાં જોવા મળી રહી છે. આ સાથે તેણીએ સટલ મેકઅપ કેરી કરેલો જોવા મળી રહ્યો છે. મૌની રોયે મેકઅપ રૂમના મિરર પાસે ઉભા રહીને આ ફોટોગ્રાફ ખેંચાવ્યા છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણી થોડા સમય પહેલા બ્લોકબસ્ટર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. મૌની સિવાય આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments