Homeગુર્જર નગરીમાસૂમનું મોત: વરઘોડામાં બાળકને ઘોડાએ લાત મારી, કમકમાટીભર્યું મોત

માસૂમનું મોત: વરઘોડામાં બાળકને ઘોડાએ લાત મારી, કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક ખુશીનો પ્રસંગ પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગયો. શહેરનના ઈસનપુર વિસ્તારમાં લગ્નના વરઘોડા સમયે એક બાળકને ઘોડાએ લાત મારી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બાળકના મોતના પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો.

મળતી માહિતી મુજબ ઈસનપુર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હોવાથી વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડા દરમિયાન ડીજેના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા. જ્યારે વરરાજાના પરિવારજનો તેના પર રૂપિયા વરસાવી રહ્યા હતા. આ દરમિયાન આસપાસમાં રહેતા બાળકો દોડી આવ્યા હતા અને રૂપિયા વીણવા લાગ્યા હતા.

આ સમયે એક બાળક રૂપિયા લેવા ઘોડા નજીક પહોંચ્યો હતો. ત્યારે જ ઘોડાએ લાત મારતા માસૂમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાના પગલે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જો કે, ત્યા સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. માથામાં ગંભીર ઈજાઓના કારણે માસૂમના શ્વાસ રોકાઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વરઘોડામાં વરરાજાના સ્નેહીજનો નાચી રહ્યા છે. વરરાજાના મોઢા પર પણ સ્મીત જોવા મળી રહ્યું છે. જે ઘોડા પર બેઠો છે અને ઘોડો નાચી રહ્યો છે. સૌ કોઈનું ધ્યાન વરરાજા અને ઘોડા પર છે. આ દરમિયાન વરરાજાના કેટલાક સંંબંધીઓ તેના પર રૂપિયા વરસાવે છે અને ડીજેના તાલે ઝુમે છે. ત્યારે જ રૂપિયા ઉડતા જોઈ બાળકો રૂપિયા લેવા દોટ મુકે છે. વીડિયોમાં કુલ ત્રણથી ચાર બાળકો જોવા મળી રહ્યા છે. જેમાંથી એક બાળકને ઘોડો લાત મારે છે. બાળકને ઘોડાની લાત એટલી જોરદાર વાગે છે કે તે ઉછળીને ત્યાં જ ઢળી પડે છે. દુર્ઘટનાના પગલે ડીજે બંધ કરાવી દેવાય છે અને થોડીવાર માટે દોડધામ મચી જાય છે. ત્યારબાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય છે. જો કે, હોસ્પિટલમાં તબીબો તેેને મૃત જાહેર કરે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments