Homeગુર્જર નગરીનેવીની ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ દરિયામાં ન્હાવા ગયેલા ભાવનગરના યુવકનું ડૂબી...

નેવીની ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ દરિયામાં ન્હાવા ગયેલા ભાવનગરના યુવકનું ડૂબી જતાં મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગર જિલ્લાના સિહોરના એક ગામના યુવકનું વિશાખાપટ્ટનમ ખાતે દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. સિહોર ગામનો આશાસ્પદ યુવક વિશાખાપટ્ટનમ ખાતે નેવીમાં નોકરી મેળવવા માટે ફિટનેસ ટેસ્ટ આપવા ગયો હતો. ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ યુવક દરિયામાં ન્હાવા ગયો હતો જ્યાં તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ઘટનાના કારણે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો પ્રમાણે, ભાવનગરના સિહોરના જીથરી ગામના ખીમજીભાઈ મકવાણાનો 20 વર્ષીય પુત્ર હાર્દિક મકવાણા વિશાખાપટ્ટનમના દરિયામાં ડૂબ્યો હતો. અમદાવાદમાં એમ.જી સાયન્સ કોલેજ ખાતે અભ્યાસ કરતો હાર્દિક મકવાણા નેવીમાં કારકિર્દી બનાવવા માંગતો હતો અને તેથી તે વિશાખાપટ્ટનમ ખાતે નેવીમાં ફિટનેસ અંગેની ટેસ્ટ આપવા ગયો હતો. હાર્દિક મકવાણા ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયો હતો. જેથી તે ખૂબ ખુશ હતો. આ ખુશીમાં તે વિશાખાપટ્ટનમના આર.કે. બીચ ખાતે ન્હાવા ગયો હતો. 

પરંતુ હાર્દિકની ખુશી લાંબો સમય ટકી ન હતી અને તે આ દુર્ઘટનાનો ભોગ બન્યો. દરિયામાં ન્હાતા સમયે ડૂબી જતાં આ આશાસ્પદ યુવક હાર્દિક મકવાણાનું મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શનિવારે સાંજે તેનો મૃતદેહ દરિયામાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યો હતો.  

બીજી તરફ હાર્દિકના મૃતદેહને વિમાન માર્ગે ભાવનગર લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહિતના લોકો પરિવારના સંપર્કમાં રહી મદદમાં કરી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments