Homeગુર્જર નગરીચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં...

ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા

Team Chabuk-Gujarat Desk: લોકસાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. ભીખુદાન હવે ક્યારેય લોકડાયરા નહીં કરે. આઈશ્રી પીઠડમાના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી, જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોકડાયરો કર્યો હતો. ભીખુદાન ગઢવી છેલ્લા ચાર દાયકાથી સતત લોકસાહિત્યની સેવા કરી રહ્યા છે. ભીખુદાને અનેક લોકડાયરા અને કાર્યક્રમોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યા છે. તેમના લોકડાયરા હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે. ભીખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ભીખુદાન ગઢવીના આ નિર્ણયથી લોકસાહિત્ય પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે.લોકસાહિત્ય પ્રેમીઓ હવે ક્યારેય ભીખુદાન ગઢવીના લોકડાયરાનો આનંદ માણી શકશે નહીં. ભીખુદાન ગઢવીએ લોકસાહિત્યમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે.

20 વર્ષની ઉંમરે તેમને સ્ટેજ પરથી કાર્યક્રમો કરવાનું શરુ કર્યું હતું. તેમના લોકડાયરામાં જંગી જનમેદની ઉમટી પડતી. લોકો દૂર દૂરથી તેમને સાંભળવા માટે આવતા હતા. ભીખુદાન ભાઈનું ગામ કેશોદનું માણેકવાડા છે પરંતુ તેઓ જૂનાગઢમાં રહે છે. ભીખુદાન સાહિત્ય જગતના જાણીતા કલાકાર છે. તેઓ પહેલા ગરબીમાં ગાતા હતા. ભીખુદાન ગઢવીએ દેશ વિદેશમાં પોતાના કાર્યક્રમો કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments