Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાલતા ચાલતા માણસોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ક્રિકેટ રમતાં રમતાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા યુવાનોના મોત થયા છે. અચાનક આવી રહેલા હાર્ટ એટેકથી લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આવી વધુ એક ઘટના રાજ્યમાં બની છે. ભાવનગર જિલ્લાના કુડા ગામે માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.
ઘટનાની વિગત જોઈએ તો ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભુવાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેક આવતા ભુવાનું મોત થતાં હાજર લોકોમાં પણ માતમ છવાઈ ગયો છે. માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઘડીભર તો લોકો સમજી શક્યા ન હતા કે ભુવાનું શું થયું છે. કારણ કે, તેઓ માતાજીના માંડવામા ધૂણી રહ્યા હતા, અને અચાનક જ ધૂણતા ધૂણતા તેઓ નીચે ઢળી પડ્યા હતા.
ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાયકો સ્ટેજ પર ભજનો લલકારી રહ્યા હતા, ને નીચે મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. માતાજીના રમેળ કાર્યક્રમમાં તેઓ નાચી રહ્યા હતા, ત્યારે અચાનક જ નીચે ઢળી પડ્યા હતા. તેઓ બેસવાની સ્થિતિમાં હતા. જેથી લોકો પણ પહેલા સમજી ન શક્યા. બાદમાં ખબર પડી કે, તેમનુ મોત નિપજ્યું છે. આમ, મકાભાઈ ગોહિલને ધૂણતા-ધૂણતા હાર્ટએટેક આવ્યો હતો. ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
