Homeવિશેષશુક્રનું રાશિ પરિવર્તન, આ લોકોને 25 દિવસ સુધી રાજાની જેમ આપશે વૈભવ-વિલાસ

શુક્રનું રાશિ પરિવર્તન, આ લોકોને 25 દિવસ સુધી રાજાની જેમ આપશે વૈભવ-વિલાસ

Team Chabuk-Vishesh Desk: શુક્ર 15 ફેબ્રુઆરીએ રાત્રે 08 વાગ્યે 12 મિનિટ પર રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મીનનો સ્વામી ગ્રહ ગુરુ છે, જે હાલ પોતાની રાશિમાં હાજર છે.

વૈદિક જ્યોતિષમાં શુક્રને ભાગ્યનો સ્વામી માનવામાં આવે છે. તેના પ્રભાવથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. શુક્ર 15 ફેબ્રુઆરીએ રાત્રે 08 વાગ્યે 12 મિનિટ પર રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મીનનો સ્વામી ગ્રહ ગુરુ છે, જે હાલ પોતાની રાશિમાં હાજર છે. આ સ્થાનમાં આવીને શુક્ર હવે ઉચ્ચતાની સ્થિતિમાં આવી ગયો છે. શુક્ર 11 માર્ચ સુધી અહીં રહેશે અને 12 માર્ચે સવારે 08 વાગ્યે 37 મિનિટ પર તે ફરી રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં જશે, પરંતુ તે પહેલા 25 દિવસ સુધી શુક્ર ગુરુ સાથે મળી મીન રાશિના લોકોનું ભાગ્ય ઉદય કરશે.

મીન રાશિના લોકો માટે આ 25 દિવસ ખૂબ જ સારા પરિણામ લાવવાના છે. ગ્રહોના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ હોય છે.  આ સ્થિતિમાં જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે જે પણ રાશિમાં જાય છે, તે રાશિના લોકોને બંને સ્થિતિનો સામનો કરવો પડે છે. મીન રાશિના જે જાતકોની કુંડળીમાં શુક્ર મજબૂત અને શુભ સ્થાનમાં છે, તેમને શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ ઉચ્ચ અને સન્માનજનક પદ સુધી પહોંચાડી શકે છે. આ સિવાય આ રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે મોટો બદલાવ લાવવાનું છે. આવો જાણીએ આ પરિવર્તનની મીન રાશિ અને લગ્નના જાતકો પર શું પ્રભાવ પડશે.

રાજાની જેમ વૈભવ-વિલાસમાં સમય પસાર થશે
શુક્રનું આ રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે સુખ અને સંપત્તિ લઈને આવ્યું છે. આ લોકોને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આ સિવાય આગામી કેટલાક દિવસો સુધી આ રાશિના લોકો રાજાની જેમ વૈભવ-વિલાસ સાથે પોતાનું જીવન પસાર કરી શકશે. જે જાતકો કોઈ સંસ્થામાં નોકરી કરે છે, તો તેમને પ્રમોશન મળી શકે છે.  આવા લોકોને ઓફિસમાં મહિલાઓનો સહયોગ પ્રાપ્ત થશે.  એટલે તેમણે  મહિલાઓનું આદર સન્માન કરવું જોઈએ.

વેપારીઓ અને વિદ્યાર્થીઓની પણ પ્રગતિ થશે
આ રાશિના વેપારીઓને રાશિ પરિવર્તનથી વેપારમાં ખૂબ જ સારી પ્રગતિ મળી શકે છે. લિક્વિડ પરફ્યુમ, કટલેરી અને લિક્વિડ સાથે સંબંધિત વેપારમાં ખાસ ફાયદો થઈ શકે છે. જે વેપારીઓ મહિલાઓ સાથે જોડાયેલુ વસ્તુઓનો વેપાર કરે છે, તેમનો મોટો લાભ મળી શકે છે.  આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને મહેનતનું સારુ પરિણામ મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments