Team Chabuk-Sports Desk: BCCIએ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજાને પ્રમોશન મળ્યું છે. તે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહના A+ ગ્રેડમાં જોડાઈ ગયો છે. આ તમામને 7-7 કરોડ રૂપિયા મળશે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 માટે જાહેર કરાયો છે.
આ ઉફરાંત હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલનો A ગ્રેડમાં સમાવેશ કરાયો છે. આ તમામને વર્ષ માટે 5-5 કરોડ રૂપિયા મળશે. આ ગ્રેડમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે જ્યારે અક્ષર પટેલને પ્રમોટ કરાયો છે. રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંતે આ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કેએલ રાહુલ બી ગ્રેડમાં જતો રહ્યો છે.
બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાં 26 ખેલાડીઓનો સમાવેશ છે. આ વખતે A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓ છે, જ્યારે દર વખતે આ ગ્રેડમાં માત્ર ત્રણ ખેલાડીઓને સ્થાન મળે છે. પાંચ ખેલાડીઓને A ગ્રેડમાં, છને Bમાં, 11ને Cમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઓપનર શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવને ગ્રેડ Bમાં પ્રમોટ કરાયા છે.શાર્દુલ ઠાકુરને Bમાંથી C માં ધકેલવામાં આવ્યો છે.ટેસ્ટ સ્પેશલિસ્ટ બેટર અજિંક્ય રહાણે, બોલર ઈશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને મયંક અગ્રવાલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાયા છે. બંનેને છેલ્લીવાર ગ્રેડ Bમાં રાખવામાં આવ્યા હતાં.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ