Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ વસ્તડી-ચુડા બ્રિજ દુર્ઘટના અંગે મોટો ખુલાસો, બ્રિજના થયા હતા બે ભાગ

સુરેન્દ્રનગરઃ વસ્તડી-ચુડા બ્રિજ દુર્ઘટના અંગે મોટો ખુલાસો, બ્રિજના થયા હતા બે ભાગ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં થયેલી બ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ક્ષતિગ્રસ્ત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા વસ્તડી ગામના સરપંચે પ્રશાસનને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી. જોકે પ્રશાસનને કોઈ ગંભીરતા ન લીધી. પરિણામાં બ્રિજ ધરાશાયી થઈ ગયો અને લોકોના જીવ જોખમમાં મુકાયા.

મહત્વનું છે કે, વસ્તડી અને ચુડાને જોડતા ભોગાવો નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. 35થી 40 વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત બન્યો હતો. રવિવારે પુલ પરથી એક માટી ભરેલુ ડમ્પર અને બે બાઈક સવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓચિંતા જ બ્રિજ કાગળના પત્તાની જેમ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.
બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બ્રિજ અંગે વારંવારની રજૂઆત છતા જિલ્લા તંત્રએ બ્રિજ પરથી અવર-જવર બંધ કરવાના બદલે માત્ર ચેતવણી આપતું બોર્ડ લગાવી સંતોષ માન્યો હતો.

vastadi bridge

દુર્ઘટનાના પગલે ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા. જેમાં ડમ્પર ચાલક સહિત કુલ ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે, 20 દિવસ પહેલા પણ વસ્તડી પુલનો કેટલોક ભાગ તૂટ્યો હતો. રીપેરીંગ દરમિયાન પુલની પાળી તૂટી હતી. તે સમયે પુલની પાળી તૂટતાં 3 શ્રમિકો નદીમાં પટકાયા હતા. અને 3 શ્રમિકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જોકે દુર્ઘટના બાદ પણ સુરેન્દ્રનગરનું પ્રશાસન ઊંઘતું રહ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments