Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના બની છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દૂર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 10થી વધારો લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક મહિલાનું મોત થયું છે.

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જે બાદ વોકળાનો સ્લેબ ધરસાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. 25થી વધુ લોકો સ્લેબ ધરાશાયી થતા નીચે પડ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.
ગણપતિ ઉત્સવના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આરોગ્ય અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.ઘટનાની જાણ થતા ધારાસભ્ય દર્શિતા બેન અને રાજકોટના મેયર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત