Homeગુર્જર નગરીજૂનાગઢ: આ PSIએ કરી એવી કામગીરી કે હવે ગ્રામ્યજનો જ નથી ઈચ્છતા...

જૂનાગઢ: આ PSIએ કરી એવી કામગીરી કે હવે ગ્રામ્યજનો જ નથી ઈચ્છતા કે તેમની બીજે ક્યાંય બદલી થાય

Team Chabuk-Gujarat Desk: કેટલાક સરકારી અધિકારીઓ નથી બોલતા કે મેં આ કરી બતાવ્યું, પરંતુ તેમનું કામ બોલે છે. જ્યારે કામ બોલે છે ત્યારે ખૂદ જનતા સામે આવીને કહે છે. આવું જ બન્યું છે બિલખાના PSI કે.વી.પરમારની સાથે. હમણાં જ એક સાથે બાર PSIની જૂનાગઢ જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી. જેમાં બિલખાના પીએસઆઈને માંગરોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. પીએસઆઈની બદલી થતાં જૂનાગઢ જિલ્લાના બિલખા ગામવાસીઓ આગબબૂલા થઈ ગયા છે અને બદલીને રદ કરવાની માગ કરી રહ્યા છે.

બિલખા ગામના રહેવાસીઓનું કહેવું છે કે PSI કે.વી.પરમાર અહીં આવ્યા તેને આઠ મહિના જેટલો જ સમયગાળો વિત્યો છે. એવામાં કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ હતી તેને તેમણે કાબુમાં લાવી દીધી છે. ઉપરાંત ભાઈચારાની ભાવનાને વધારે ઉજાગર કરી છે. આ કારણે જ હિંદુ અને મુસ્લિમોના તહેવારો પણ શાંતિ અને સૌહાર્દપૂર્વક ઉજવાય છે. ગામની શાંતિમાં કાંકરીચાળો કરતાં અસામાજિકતત્વોને પણ તેમણે કાયદાનું ભાન કરાવ્યું છે.

પીએસઆઈની આ કામગીરીના કારણે ગ્રામ્યજનો કહી રહ્યા છે કે પીએસઆઈની બદલીને રદ કરવામાં આવે અને અહીં જ તેમને કામગીરી કરવા દેવામાં આવે. ભૂતકાળમાં આપણે જોયું છે કે અસંખ્ય વખત પોલીસની કામગીરી પર આંગળી ચીંધવામાં આવે છે, ત્યારે કે.વી.પરમાર જેવા નિષ્ઠાવાન અધિકારીઓ પ્રત્યે બિલખાના ગ્રામ્યજનોની આ લાગણી જોઈ તેમને સેલ્યુટ કરવાનું મન થઈ જાય.

કયા કયા અધિકારીઓની થઈ બદલી?

પોલીસ અધિકારી (PSI)હાલની જગ્યાબદલીની જગ્યા
જે.એચ. કછોટચોરવાડ પોલીસ સ્ટેશનજૂનાગઢ બી ડિવિઝન
બી.કે. ચાવડાનીમાંગરોળ પોલીસ સ્ટેશનએ ડીવીઝન
વી.કે, ઉજીયાશીલ પોલીસ મથકલિવ રિઝર્વ (એટેચ પેરોલ ફર્લો શાખા)
પી.એસ.ઝાલાબાટવા પોલીસ મથકલિવ રિઝર્વ (એટેચ જિલ્લા ટ્રાફિક શાખા)
એ.ડી.વાળાહાલ લિવ રિઝર્વશીલ પોલીસ મથક
વી.આર.ચાવડાએ ડિવિઝનબાટવા પોલીસ મથક
કે. વી. પરમારબીલખા પોલીસ મથકમાંગરોળ પોલીસ મથક
એસ એન.ક્ષત્રિયલિવ રિઝર્વચોરવાડ પોલીસ મથક
એન.વી.આંબલિયાબી ડિવિઝનએ ડિવિઝન
જે.આર.વાંઝાલિવ રિઝર્વબીલખા પોલીસ મથક
એસ.આઈ સુમરાલિવ રિઝર્વલિવ રિઝર્વ (એટેચ વિસાવદર પો.સ્ટે.)
આર.ડી.ડામોરલિવ રિઝર્વલિવ રિઝર્વ (એટેચ સી.ડિવિઝન)
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments