Homeતાપણું‘કરમુક્ત શા માટે કરવી? વિવેક અગ્નિહોત્રીને કહો યુટ્યુબ પર અપલોડ કરી દે...

‘કરમુક્ત શા માટે કરવી? વિવેક અગ્નિહોત્રીને કહો યુટ્યુબ પર અપલોડ કરી દે ફ્રી… ફ્રી… થઈ જશે.’: અરવિંદ કેજરીવાલ

Team Chabuk-Political Desk: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ બાદ કરોડોની કમાણી કરી ચૂકી છે. તાજા આંકડાઓ મુજબ બોક્સઓફિસ પર ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મને ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રિ કરવામાં આવી છે. કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં આ ફિલ્મને ટેક્સમાંથી મુક્તિ આપવાનું કહેવામાં આવી રહ્યું છે. એમાંનું જ એક રાજ્ય અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું દિલ્હી છે. કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ફિલ્મને કરમુક્તિ કરવા અંગે કટાક્ષભર્યું નિવેદન આપ્યું છે.

ગુરુવારના રોજ દિલ્હીની વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે ફિલ્મને લઈ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. વિધાનસભાને સંબોધિત કરતા તેમણે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને કરમુક્ત કરવાની માગને ફગાવી દઈ તેને યુટ્યુબ પર અપલોડ કરી દેવું જોઈએ એવું કહ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, ટેક્સ ફ્રી શા માટે કરાવી રહ્યા છો? અરે, યુટ્યુબ પર અપલોડ કરી દો ફ્રી ફ્રી થઈ જશે. એટલો જ તમને શોખ છે તો વિવેક અગ્નિહોત્રીને કહો યુટ્યુબ પર અપલોડ કરી દે.

સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલે કરેલા સંબોધનનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વધુમાં તેઓએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘હમણાં મેં અખબારમાં વાંચ્યું કે હરિયાણાની અંદર એક ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, તેણે કહ્યું કે પાર્કની અંદર હું આની ફ્રિ સ્ક્રિનિંગ કરીશ. તુરંત વિવેક અગ્નિહોત્રીનું ટ્વીટ આવ્યું ખટ્ટર સાહેબ ને, કે ખટ્ટર સાહેબ જુઓ આ ફ્રિમાં કરી રહ્યો છે એને કહો ટિકિટ લઈને કરે. ભાઈ સાહેબ કાશ્મીરી પંડિતોના નામ પર કેટલાક લોકો કરોડો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. અને તમને લોકોને પોસ્ટર લગાવવાનું કામ સોંપી દીધું.’

આ ફિલ્મને લઈ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ કારણે જ ફિલ્મને અત્યાર સુધીમાં હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કરમુક્ત કરવામાં આવી છે. એવું લાગી રહ્યું હતું કે હોળીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ બચ્ચન પાંડે કાશ્મીર ફાઈલ્સની લોકપ્રિયતાને પછાડી દેશે, પણ થયું તેનાથી તદ્દન વિપરિત. બચ્ચન પાંડેને દર્શકો માટે ફાંફા મારવા પડ્યા હતા જ્યારે કાશ્મીર ફાઈલ્સના શો હાઉસફુલ જઈ રહ્યા છે. આ કારણે જ અક્ષય કુમાર જેવો સ્ટાર હોવા છતાં આ ફિલ્મે હજુ 50 કરોડની જ કમાણી કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments