Team Chabuk-Political Desk: ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણીનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદની યોજીને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવામાં આવશે. એટલે કે 19 ડિસેમ્બરને રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. નોટિફિકેશનની જાહેરાત 29 નવેમ્બરે થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રાખવામાં આવી છે. જે પણ ગ્રામ પંચાયતમાં ચૂટણી છે ત્યાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જો કે આ વખતે ઇવીએમના બદલે મતપેટીથી મતદાનનું આયોજન થશે. પુરતા પ્રમાણમાં ઇવીએમ નહીં હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વધુને વધુ ગ્રામ પંચાયત પોતાના સમર્થિત ઉમેદવારો જીતે તે માટેની મહેનતમાં લાગી ગયા છે. ભાજપનું સંગઠન માળખું મજબૂત હોવાથી ભાજપ સમર્થિત ઉમેદવારો વધુ ગ્રામ પંચાયત અંકે કરે તેવું લાગી રહ્યું છે. જ્યારે નવી પાર્ટી આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આ તરફ કોંગ્રેસ પણ વધુ ગ્રામ પંચાયત પર કબજો જમાવવા મથી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
