Homeગુર્જર નગરીઆખરે બિનસચિવાય ક્લાર્કની પરીક્ષાનું મુહૂર્ત આવ્યું, આજથી કોલલેટર થશે ડાઉનલોડ

આખરે બિનસચિવાય ક્લાર્કની પરીક્ષાનું મુહૂર્ત આવ્યું, આજથી કોલલેટર થશે ડાઉનલોડ

Team Chabuk-Gujarat Desk: છેલ્લા ચાર વર્ષથી ખોરંભે અને વિવાદમાં સપડાયેલી બિનસચિવાય કલાર્કની પરીક્ષાની તારીખ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થઈ ગઈ છે. સાથે જ આજ તારીખ 29 જાન્યુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરવાના પણ શરૂ થઈ રહ્યા છે. આ વખતે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે તંત્ર પણ સઘન પ્રયાસ કરી રહ્યું છે.

ભરતી ક્યારે બહાર પડી હતી?

બિનસચિવાય ક્લાર્ક માટેની ભરતી વર્ષ 2018માં બહાર પડી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક ધોરણે અનામત જાહેર કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે ફરી ફોર્મ ભરવા ફોર્મ રી-ઓપન કરવામાં આવ્યા હતા.

પરીક્ષામાં કેમ વિલંબ થયો?

વર્ષ 2019માં અમુક સેન્ટરમાં ગેરરીતિ સામે આવતા સરકાર દ્વારા બિનસચિવાય કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યારબાદ કોવિડ મહામારીના કારણે પરીક્ષા લેવાવી શક્ય બની નહીં. ત્યારબાદ 13 ફેબ્રુઆરી,2022ના રોજ પરીક્ષા યોજવાનું નક્કી થયું છે.

કેવી રીતે નીકળશે કોલ લેટર?

https://ojas.gujarat.gov.in પર જઈ કોલ લેટરના ઓપ્શનમાં જવાનું

(i) Select Job માથી જાહેરાત પસંદ કરો.

(ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
(iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે, જેથી Call Letter નવી Window માં ખુલશે.
(iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
(v) Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો તો શું કરશો?

કન્ફર્મેશન નંબર જાણવા માટે

  • (i) જાહેરાત નંબર એન્ટર કરો.
    (ii) તમારી અરજીનો (અરજી નંબર) અથવા અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જન્મતારીખ નાખો
    (iii) Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
    (iv) જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments