Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: સાયલાના દેવગઢમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, એક વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે...

સુરેન્દ્રનગર: સાયલાના દેવગઢમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, એક વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડાં

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં ઉંટવૈદોનો રાફડો ફાટ્યો હોય તેમ ડિગ્રી વગરના ડોક્ટરો પકડાઇ રહ્યા છે. હજુ ચુડાના ભૃગુપુર ગામેથી બોગસ ડોક્ટર પકડાયાને થોડા દિવસ જ થયા છે ત્યાં SOGએ વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે.

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે સાયલાના દેવગઢ ગામે દરોડા પાડ્યા હતા. જ્યાં એક વર્ષથી એક ડોક્ટર પોતાનું ક્લિનિક ચલાવતો હતો. પોલીસે તપાસ કરતાં ન તો આ બોગસ ડોક્ટર પાસેથી કોઈ ડિગ્રી મળી કે ન તો કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ મળ્યા. 1 વર્ષથી પોતે ડોક્ટર હોવાનું જણાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.SOGએ બોગસ ડોક્ટર પાસેથી 31 હજાર 074ની એલોપેથી દવાઓ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાની સુચનાજી એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એએસઆઇ મગનભાઇ રાઠોડ, યોગેન્દ્રસિંહ, મહિપાલસિંહ, પરષોતમભાઇ સહિત ટીમ ધજાળાપોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ગેરકાયદેસર ડોક્ટરની માહિતી મળી હતી.

જેના આધારે પોલીસની ટીમ સાયલાના દેવગઢ ગામે પહોંચી ગઈ ઙતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, મૂળ પશ્ચીમ બંગાળનો એક રાજ મોહનેન્દો બિસ્વાહ નામનો વ્યક્તિ પોતાનું ક્લિનિક ખોલીને ધંધો કરી રહ્યો છે. પોલીસે ક્લિનિકમાં તપાસ કરતાં તેની પાસેથી કોઈ પણ જાતનું તબીબી પ્રેક્ટીસ માટેનું સર્ટી મળ્યુ ન હતુ.

પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રાજ ડોક્ટર હોવાનુ જણાવી એક વર્ષથી લોકોની સારવાર કરી રહ્યો છે. જે જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. હાલ પોલીસે બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી ડોક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments